Aapnu Gujarat
ગુજરાત

વાસણામાં બહેનના પ્રેમીને ભાઇએ બેઝબોલનું બેટ ફટકારી મોતને ઘાટ ઉતારી દીધો

શહેરના વાસણા વિસ્તારમાં ગુુપ્તાનગર ખાતે એક ભાઇએ પોતાની બહેનના પ્રેમીને માથામાં બેઝબોલના ફટકા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવ અંગે પોલીસે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, વાસણા ગુપ્તાનગરમાં થોડા સમય પહેલાં પણ આ પ્રકારે જાહેરમાં જ મર્ડર થયાના બનાવો નોંધાયેલા છે. આ બનાવની વિગત એવી છે કે, શહેરના બહેરામપુરાની સાકરચંદની ચાલી ખાતે રહેતા બેજુભાઇ મારવાડીનો પુત્ર ભાવેશ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગઇકાલે લગ્નમાં જવાનું કહી ભાવેશ તેના મિત્રો સાથે નીકળ્યો હતો અને વાસણા ગુપ્તાનગર ખાતે ઉભો હતો તે દરમ્યાન અચાનક જ સોમેશ્વરનગર ખાતે રહેતો વિનોદ મોકાજી દીપા ત્યાં આવ્યો હતો અને તેણે બેઝબોલ વડે ભાવેશના માથામાં ઉપરાઉપરી ફટકા ઝીંકી દીધા હતા. બેઝબોલના જીવલેણ ફટકાઓના કારણે ભાવેશ લોહીલુહાણ હાલતમાં જમીન પર ફસડાઇ પડયો હતો. બીજીબાજુ, વિનોદ દીપા હુમલો કરી ફરાર થઇ ગયો હતો. આ બનાવને પગલે વાતાવરણ તંગ બની ગયું હતું. દરમ્યાન ગંભીર રીતે ઘાયલ ભાવેશ મારવાડીને વી.એસ.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જો કે, ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મરનાર ભાવેશના પિતાએ વેજલપુર પોલીસમાં આ અંગેની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મરનાર ભાવેશને હુમલો કરનાર શખ્સ ભાવેશ દીપાની બહેન સાથે પ્રેમસબંધ હતા અને આ વાતને લઇ વિનોદ નારાજ હતો. છેલ્લા કેટલાય સમયથી વિનોદ કાવતરૂ કરીને ભાવેેશ પર હુમલો કરવાની ફિરાકમાં હતો અને ગઇકાલે તક મળતાં તેણે ભાવેશને બેઝબોલના ફટકા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

Related posts

મોદી-રૂપાણીના પંતગ ઉડાવી પાટીદારો દ્વારા સ્વાગત કરાયું

aapnugujarat

મોજીદડ ખાતે પ્રા.શાળાના આચાર્યની ઘોર બેદરકારી

editor

મહેસાણા – વિસનગર સ્મશાનગૃહોમાં કોરોનાથી થતાં મોત અંગેના આંકડા ચોંકાવનારા

editor

Leave a Comment

UA-96247877-1