Aapnu Gujarat
ગુજરાત

રાજ્ય સરકાર દ્વારા ૮,૦૦૦ દિવ્યાંગોના ખાતામાં સહાય જમા

રાજય સરકારના સમાજકલ્યાણ અને આદિજાતિ વિભાગ દ્વારા અમલી વૃધ્ધ પેન્શન યોજના હેઠળ રાજયના ૪,૩૦,૦૦૦ વૃધ્ધો અને ૮૦૦૦ જેટલા દિવ્યાંગોના ખાતામાં સીધી સહાય જમા કરવામાં આવે છે તેમ સમાજ સુરક્ષા નિયામકની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર ૧૯૭૮થી આ યોજના હેઠળ ૬૦ વર્ષથી ઉપરની ઉમરના વૃધ્ધો તથા ૪૫ વર્ષથી વધુ વયના, ૭૫ ટકા વિકલાંગતા ધરાવતા વિકલાંગોને ૩૦ની સહાય આપવાની યોજના અમલમાં હતી. જેમાં ઉત્તરોત્તર વધારો કરીને વર્ષ ૨૦૧૭થી ૬૦થી વધુ વર્ષની ઉમરના વૃધ્ધોને ૫૦૦ સહાય ચુકવાય છે. આ સહાય વર્ષ ૨૦૧૬-૧૭થી રાજય સરકાર દ્વારા વૃધ્ધો અને દિવ્યાંગજનોને તેમના એકાઉન્ટમાં સીધી જમા કરવામાં આવે છે. અન્ને ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર પુરસ્કૃત યોજના હેઠળ ઈન્દિરા ગાંધી રાષ્ટ્રિય વૃધ્ધ પેન્શન યોજનામાં સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૭થી બીપીએલ યાદીમાં નામ સમાવિષ્ટ હોય તેવા ૬૦ થી ૭૯ વર્ષના વૃધ્ધોની સહાય ૪૦૦થી વધારીને ૫૦૦ તથા ૮૦ વર્ષ કે તેથી વધુ વયના વૃધ્ધોની સહાય ૭૦૦થી વધારીને ૧૦૦૦ કરવામાં આવી છે તેમ વધુમાં જણાવાયું છે.

Related posts

સોનિયા ગાંધી ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે કરશે મુલાકાત

editor

અમિત ભટનાગર સહિત ૩ સામે બિનજામીનપાત્ર વોરંટ

aapnugujarat

HSRP લગાવવા માટેની મુદત હવે ૩૧ ડિસેમ્બર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1