Aapnu Gujarat
રમતગમત

ફ્રેન્ચ ઓપનમાં રાફેલ નડાલની સરળ જીત, મુગુરુઝા આઉટ

ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં મોટો અપસેટ સર્જાઈ ગયો છે. મહિલાઓના સિંગલ્સ વર્ગમાં વર્તમાન ચેમ્પિયન સ્પેનની મુગુરુઝા સ્પર્ધામાંથી બહાર થઇ ગઇ છે જેથી તેના ચાહકો નિરાશ થયા છે. ફ્રાન્સની ખેલાડી ક્રિસ્ટીના મ્લાડેનોવિકે મુગુરુઝા ઉપર શાનદાર જીત મેળવી હતી. વોઝનિયાકી પણ પોતાની હરીફ ખેલાડી રશિયાની સ્વેતલાના કુજનેત્સોવા ઉપર ૬-૧, ૪-૬ અને ૬-૨થી જીત મેળવી હતી. વિનસ વિલિયમ્સની સ્પર્ધામાં હાર થઇ ગઇ છે. બીજી બાજુ પુરુષોના વર્ગમાં નવ વખતના ચેમ્પિયન નડાલે ૧૧મી વખત ક્વાર્ટર ફાઈનલમાં આગેકૂચ કરી લીધી છે. નડાલ શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યો છે. નડાલે પોતાના હરીફ ખેલાડી સ્પેનના રોબર્ટો ઉપર ૬-૧, ૬-૨ અને ૬-૨થી જીત મેળવી હતી. ૧૪ વખત ગ્રાન્ડસ્લેમ જીતી ચુકેલા રાફેલ નડાલે જોરદાર રમત રમી હતી. જાણકાર લોકોનું કહેવું છે કે, નડાલ આ વખતે ફેવરિટ દેખાઈ રહ્યો છે. કારણ કે જોકોવિક ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. અત્રે નોંધનીય છે કે, ગઇકાલે પણ મોટા અપસેટ સર્જાયા હતા. બીજી બાજુ એન્ડી મરે ચોથા રાઉન્ડમાં કારેન સામે રમશે. મિક્સ્ડ ડબલ્સમાં સાનિયા મિરઝા ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. ઇવાન સાથે જોડી જમાવીને સાનિયા મિરઝાએ પોતાની હરીફ જોડી ઉપર ૬-૨, ૬-૪થી જીત મેળવી હતી. જો કે, રોહન બોપન્નાની જોડી પુરુષમાં ડબલ્સ વર્ગમાં બહાર થઇ ગઇ છે. ફ્રેન્ચ ઓપનમાં આ વખતે રોમાચંકતાનો દોર રહ્યો છે. પહેલીથી ફ્રેન્ચ ઓપનની શરૂઆત થઇ હતી. ફ્રેન્ચ ઓપન ટેનિસના ઇતિહાસમાં પ્રથમ વખત વર્તમાન ઓસ્ટ્રેલિયન ચેમ્પિયન સેરેના વિલિયમ્સ અને રોજર ફેડરર સ્પર્ધામાંથી ખસી ગયા છે. ડોપીંગના વિવાદમાં રહેવાના પરિણામ સ્વરૂપે શારાપોવાને આ વખતે પણ તક આપવામાં આવી નથી. વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૪માં શારાપોવા ચેમ્પિયન બની હતી. ફેડરર પણ આ વખતે રમી રહ્યો નથી. જેથી નડાલ અને જોકોવિક વચ્ચે સીધી સ્પર્ધા છે. ઈનામી રકમની વાત કરવામાં આવે તો આંકડો ૩૨૦૧૭૫૦૦ યુરોનો છે. ફ્રેન્ચ ઓપન ટેનિસમાં રમાતી સૌથી પ્રતિષ્ઠિત સ્પર્ધા છે. ૨૨થી વધુ કોર્ટ ઉપર આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ત્રણ મુખ્ય શો કોર્ટ છે. ઈનામી રકમની વાત કરવામાં આવે તો આ વખતે પુરૂષોના વર્ગમાં સિંગલ્સ વિજેતા અને મહિલા સિંગલ્સ વિજેતાને એક સમાન ઈનામી રકમ આપવામાં આવનાર છે.

Related posts

2022 में होने वाले महिला विश्व कप का कार्यक्रम जारी

editor

સ્ટોક્સનો ત્રીજી ટેસ્ટમાં સમાવેશ

aapnugujarat

Ambati Rayudu declares retirement from all forms of cricket

aapnugujarat

Leave a Comment

UA-96247877-1