Aapnu Gujarat
બ્લોગ

સરકારની રૂા. ૧ લાખની કેટલ શેડ સહાય થકી ગંભીરપુરાના ઇમરાનખાન રાઠોડ દુધ ઉત્પાદનમાં વધારા સાથે આર્થિક રીતે સધ્ધર બન્યા છે

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ગંભીરપુરાના રહેવાસી ઇમરાનખાન અમીરૂદ્દિન રાઠોડ ગત ૨૦૧૬-૧૭ ના વર્ષ દરમિયાન જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા પશુઓ માટે કેટલ શેડના બાંધકામ માટેની સહાય યોજના હેઠળ રૂા. ૧ લાખની સહાયને લીધે કેટલ શેડની સુવિધા ઉપલબ્ધ કરી શક્યા છે.લાભાર્થી ઇમરાનખાન રાઠોડ જણાવે છે કે, હવે કેટલ શેડની સુવિધાને લીધે તેમના પશુઓને સારી રીતે છાંયડામાં રાખી શકે છે અને ચોમાસા જેવી ઋતુમાં પણ વરસાદને લીધે ખુલ્લામાં પશુઓને બાંધવાથી પશુઓને પડતી મુશ્કેલીઓ પણ હવે અંત આવશે. પશુઓને અપાતા ઘાસચારાનો બગાડ પણ સારી ગમાણ વ્યવસ્થાને લીધે અટકી શક્યો છે. કેટલ શેડ બાંધકામથી ઘાસચારો તથા છાણ અલગ-અલગ રીતે નિકાલ કરીને છાણિયા ખાતરની ગુણવત્તામાં પણ સુધારો થવા પામેલ છે. દોહનની પ્રક્રિયા પણ હવે સરળ બની છે. વૈજ્ઞાનિક ઢબે કેટલ શેડ બાંધકામને લીધે હવે ઇમરાનખાન રાઠોડ તેમના પશુઓનું સારી રીતે લાલન-પાલન કરી રહ્યાં છે અને તેને લીધે દુધ ઉત્પાદનમાં વધારો થવાથી તેઓ વધુ નફો મેળવતા થયા છે અને તેમની આર્થિક વૃધ્ધિ કરી છે.

Related posts

લાખો રૂપીયા તને મુબારક, બસ મારે તો માત્ર મારા પતિનો પ્રેમ જ જોઇએ

aapnugujarat

કશ્મીરના ગર્વનરનો ફેક્સ અને રસોઇ બગડી ને પક્ષોનો ખેલ બગડ્યો

aapnugujarat

નરેન્દ્ર મોદીને બે વખત સત્તાના શિખર સુધી પહોંચાડનારા અમિત શાહની કહાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1