Aapnu Gujarat
ગુજરાત

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે કેન્દ્રિય કૃષિ રાજ્યમંત્રીશ્રી પુરૂષોત્તમભાઇ રૂપાલાની અધ્યક્ષતામાં રાજપીપલા ફોરેસ્ટ રેન્જર્સ કોલેજ ખાતે સ્વચ્છતા અભિયાન સંદર્ભે સફાઇ ઝુંબેશનો પ્રારંભ

કેન્દ્રિય મંત્રીશ્રી પુરૂષોત્તમભાઇ રૂપાલાની અધ્યક્ષતામાં અને ગુજરાતના વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવીની ઉપસ્થિતિમાં કર્ણાટકના તાલીમી અધિકારીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન સંદર્ભે કેમ્પસમાં સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે પોતાના ઘર, શહેર, ગામ, રાજ્ય અને દેશને ગંદકી મુક્ત બનાવવા અને આજીવન સ્વચ્છતાનો સંદેશો ફેલાવવા માટે તાલીમી અધિકારીઓએ શપથ લીધા હતા. વન વિભાગના તાલીમી અધિકારીઓ દ્વારા સર્જિત અને લિખિત પુસ્તિકા ફીધર ઇન ધ કેપ નું કેન્દ્રિય કૃષિ રાજ્ય મંત્રીશ્રીએ રૂપાલાએ વિમોચન કર્યું હતું.

આ પ્રસંગે શ્રી પુરૂષોત્તમ રૂપાલાએ કર્ણાટકથી ગુજરાતના અતિથિ બની તાલીમ લઇ રહેલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સ (આર.એફ.ઓ.)ને વન વિભાગમાં ઉજજવળ કારકિર્દીની અને ઉત્તરોતર પ્રગતિની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કોલેજમાં ખુટતી સુવિધાઓની પૂર્તતા કરવાની ખાતરી આપી હતી.

પ્રારંભમાં ફોરેસ્ટ કોલેજના આચાર્યશ્રી કે.રમેશે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતાં. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. રણજીતકુમાર સિંહ, નાયબ વન સંરક્ષક શ્રીમતી રાજ સંદીપ સહિત વન વિભાગના અધિકારીઓ, જિલ્લાના અગ્રણી ઘનશ્યામભાઇ દેસાઇ, શ્રી ગજેન્દ્રસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

Related posts

શહેરાના તાલુકા વિકાસ અધિકારી અને ત્રણ કર્મીઓ લાંચ લેતા ઝડપાયા

editor

છોટાઉદેપુરઃ અકસ્માતમાં કાળનો કોળીયો બન્યાં એક પરિવારના ૭ સભ્ય

aapnugujarat

સાબરકાંઠા એલસીબીએ ઘરફોડ ઝડપ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1