Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કેરળમાં ૬ જૂને ચોમાસું બેસશે : હવામાન વિભાગ

આ વર્ષે કેરળમાં છઠ્ઠી જૂનના રોજ ચોમાસું બેસી જશે. ચોમાસું કેરળ સાથે ટકરાયા બાદ ગુજરાતમાં વરસાદ અંગે અંદાજ લગાવી શકાશે. સામાન્ય રીતે પ્રથમ કે બીજી જૂનના રોજ કેરળમાં ચોમાસું બેસી જતું હોય છે પરંતુ આ વર્ષે કેરળમાં ચોમાસું મોડું પહોંચશે.હવામાન વિભાગ (અમદાવાદ)ના ડિરેક્ટર જયંત સરકારના જણાવ્યા પ્રમાણે, “૧૮-૧૯મેના રોજ દક્ષિણ આંદમાનમાં ચોમાસાની અસર શરૂ થઈ ગઈ છે.
અત્યારે પરિસ્થિતિ સાનુકૂળ હોવાથી આશા છે કે ચોમાસું આંદમાન ટાપુના ઉત્તર ભાગમાં પણ પહોંચી જશે. હવામાન વિભાગ તરફથી કેરળમાં છઠ્ઠી જૂનના રોજ ચોમાસું પહોંચી જશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જે બાદમાં ચોમાસું ગુજરાત તરફ આગળ વધશે. સામાન્ય રીતે જૂનના ત્રીજા અઠવાડિયામાં ગુજરાતમાં ચોમાસું આવતું હોય છે.
કેરળમાં ચોમાસાના આગામન બાદ ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે તેના વિશે કંઈક કહી શકાશે.જયંત સરકારે વધુમાં જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં વરસાદની કોઈ જ સંભાવના નથી. સૌરાષ્ટ્ર કચ્છમાં બુધવારે હિટવેવની આગાહી આપવામાં આવી છે. જેમાં ખાસ કરીને કચ્છ, સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લામાં હિટવેવની આગાહી આપવામાં આવી છે.
આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, ડીસા વગેરેમાં તાપમાનનો પારો ઊંચો રહેશે. અમદાવાદમાં તાપમાન ૪૪ ડીગ્રીને પાર થઈ શકે છે. ત્રણ દિવસ સુધી પારો આટલો જ રહેશે.

Related posts

વડાપ્રધાન હસ્તે શિલોંગમાં ૭૫૦૦માં જન ઔષધિ કેન્દ્રનું ઉદ્ધાટન

editor

ભીમા કોરેગાંવ કેસ : વરવરા રાવની ફરીવાર ધરપકડ

aapnugujarat

CM नीतीश का बड़ा बयान- राष्ट्रव्यापी NRC गैर जरूरी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1