Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પાર્ટી પ્રમુખ તરીકે રાજીનામું ન આપવા રાહુલને લાલુનું સુચન

લોકસભા ચૂંટણીમાં પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના રાજીનામાની ઓફરથી ભારે રાજકીય ઘમસાણની સ્થિતી રહેલી છે. રાહુલના રાજીનામાની ઓફર વચ્ચે રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે આજે કહ્યુ હતુ કે રાહુલના આવા કોઇ પણ પગલા કોંગ્રેસ પાર્ટી માટે આત્મઘાતી સાબિત થઇ શકે છે. ઘાસચારા કોંભાડના મામલામાં સજા ભોગવી રહેલા લાલુ યાદવ હાલમાં રાંચીના રિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. લાલુ યાદવે એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં કહ્યુ છે કે રાહુલે આવા કોઇ નિર્ણય કરવા જોઇએ નહીં. લાલુએ કહ્યુ છે કે રાહુલ ગાંધી દ્વારા પાર્ટી પ્રમુખપદ છોડી દેવાની ઓફર માત્ર તેમની પાર્ટી માટે જ નહીં બલ્કે તમામ રાજકીય તાકાત અને સામાજિક તાકાતને પણ ફટકા સમાન હોઇ શકે છે જે સંઘ પરિવારની સામે લડત ચલાવે છે તેમને પણ ફટકો પડી શકે છે. લાલુ યાદવે કહ્યુ છે કે રાહુલની રાજીનામાની ઓફર ભાજપની જાળમાં વધારે ફસાઇ જવા સમાન રહેશે. ગાંધી અને નહેરુ પરિવારની બહારથી જેમ જ કોઇ વ્યક્તિ રાહુલની જગ્યાએ આવશે મોદી અને અમિત શાહ નવા નેતાન કઠપુતળી સમાન ગણાવશે. આ લોકો નવા નેતાને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના ઇશાકે રિમોટથી ચાલનાર તરીકે ગણાવશે. આ ખેલ આગામી ચૂંટણી સુધી ચાલશે. રાહુલે પોતાના રાજકીય વિરોધીઓને આવી તક આપવી જોઇએ નહીં. તમામ રાજકીય પક્ષોએ તેમની હાર સ્વીકારવી જોઇએ. આ બાબત પર આત્મચિંતન કરવાની જરૂર છે. બિહારમાં લાલુની પાર્ટીના સુપડા સાફ થઇ ગયા છે. એનડીએને ૪૦ પૈકી ૩૯ સીટ મળી છે.

Related posts

૨૬/૧૧ હુમલાઓને ૯ વર્ષ પૂર્ણ થયા છતાંય સુરક્ષામાં હજુ ગાબડાં

aapnugujarat

સીટો પુરતી નહીં મળે તો માયાવતી એકલા હાથે લડશે

aapnugujarat

राष्ट्रपति चुनाव : सोनिया गांधी की लालू से फोन पर गुफ्तगू

aapnugujarat

Leave a Comment

UA-96247877-1