Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વસતી નિયંત્રણ માટે કાયદો લાવવાની વાત કરતાં ઔવેસી બાબા રામદેવ પર ભડક્યા

યોગ ગુરુ બાબા રામદેવે વસતી નિયંત્રણ માટે કાયદો લાવવાની વાત કરી છે. હવે તેમના નિવેદન પર એઆઈએમઆઈએમ ચીફ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કડક પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે વડાપ્રધાન મોદી ત્રીજા પુત્ર છે. માત્ર આ આધારે તેઓ પોતાનો મતાધિકાર ના ખોઇ શકે. દેશમાં અવિશ્વસનીય વસ્તુઓ બોલવા પર કાયદો નથી. પરંતુ રામદેવના નિવેદન પર શા માટે આટલું ધ્યાન આપવામાં આવી રહ્યું છે.દેશમાં એવો કોઈ કાયદો નથી જે લોકોને અસંવૈધાનિક બાબતો બોલવાથી રોકી શકે. પરંતુ રામદેવની વિચારસરણી પર લોકો કેમ ધ્યાન આપતા હોય છે.
હરિદ્વારમાં બાબા રામદેવે કહ્યું હતું કે આગામી ૫૦ વર્ષમાં ભારતની વસતિ ૧૫૦ કરોડથી વધુ ના થવી જોઇએ. કારણ કે આપણે તેના કરતાં વધારે સંભાળી નહીં શકીએ. આ ત્યારે જ શક્ય છે જ્યારે સરકાર એવો નિયમ બનાવે કે જેને પણ ત્રીજું બાળક હશે તેને મત આપવાથી વંચિત કરવામાં આવે છે.
આ ઉપરાંત તેમના ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવે. સાથે તેઓ આ પ્રકારના તમામ સરકારી લાભથી પણ વંચિત રહે.

Related posts

હૈદરાબાદમાં ભરબજારે ૨૪ વર્ષીય યુવતી પર કેરોસીન છાંટી જીવતી સળગાવી

aapnugujarat

મેલબોર્ન ટેસ્ટમાં ભારતે ઇતિહાસ સર્જ્યો, શ્રેણીમાં ૨-૧થી લીડ

aapnugujarat

ક્રિમિનલ પ્રોસિજર (ઓળખ) બિલ લોકસભામાં પાસ :

aapnugujarat

Leave a Comment

UA-96247877-1