Aapnu Gujarat
બિઝનેસ

શેરબજારમાં ૯ પરિબળોની અસર જોવા મળશે : પ્રવાહી સ્થિતિ રહેશે

શેરબજારમાં આવતીકાલથી શરૂ થતા નવા કારોબારી સેશનમાં ૯ પરીબળોની અસર બજાર પર જોવા મળી શકે છે. નવા સપ્તાહમાં શેરબજારમાં ઉતારચઢાવની સ્થિતિ રહી શકે છે. જો કે, કેટલાક કારોબારી અનેે નિષ્ણાતો માની રહ્યા છે કે, જીએસટીને લઇને ચિત્ર સ્પષ્ટ થયા બાદ તેજી જામી શકે છે. શનિવારના દિવસે જીએસટી કાઉન્સિલ દ્વારા સોના ઉપર ત્રણ ટકાનો ટેક્સ અને ૫૦૦થી નીચેના ફુટવેર પર પાંચ ટકા ટેક્સ લાગૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ તમામની અસર સીધી રીતે જોવા મળી શકે છે. જેે નવ પરિબળોની અસર જોવા મળનાર છે તેમાં ઇકોનોમિક ડેટાનો સમાવેશ થાય છે. નિક્કી સર્વિસ પીએમઆઈ ડેટા આવતીકાલે જાહેર કરવામાં આવનાર છે. બીજી બાજુ બ્રિટનમાં યોજાનારી ચૂંટણી, દલાલ સ્ટ્રીટમાં ઇન્ડિયા ગ્રીડ ટ્રસ્ટની એન્ટ્રી, ટેકનિકલ આઉટલુક, ઈસીબી મોનિટરી પોલિસીની બેઠક, અમેરિકામાં જોબના ડેટા અને બ્રિટનમાં આતંકવાદી હુમલાનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. આ તમામ કારણોસર શેરબજારમાં પ્રવાહી સ્થિતિ રહી શકે છે. બ્રિટનમાં ૮મી જૂનના દિવસે ચૂંટણી યોજાનાર છે. વડાપ્રધાન થેરેસા મે દ્વારા ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. બીજી બાજુ હાલમાં જ આઈપીઓ લાવનાર ઇન્ડિયા ગ્રીડ ટ્રસ્ટ છઠ્ઠી જૂનના દિવસે શેરબજારમાં એન્ટ્રી કરનાર છે. ઇન્ડિયા ગ્રીડ ટ્રસ્ટનો આઈપીઓલ છલકાઈ ગયો હતો. ઓફર માટેની પ્રાઇઝ બેન્ડ ૯૮-૧૦૦ રૂપિયા પ્રતિયુનિટ રાખવામાં આવી હતી. મોદી સરકાર સત્તામાં ત્રણ વર્ષ પૂર્ણ કરી ચુકી છે ત્યારે તેની પણ અસર જોવા મળી રહી છે. માઈક્રોઇકોનોમિક ડેટા, મોનસુનની પ્રગતિની અસર પણ જોવા મળી શકે છે. જીએસટી અમલીકરણને લઇને માર્ગ મોકળો થઇ ચુક્યો છે. આને પહેલી જુલાઈથી અમલી કરવામાં આવનાર છે. આની સાથે જ ભારત એક કોમન માર્કેટમાં ફેરવાઈ જશે. દેશના દરેક ભાગમાં કોઇ એક પ્રોડક્ટ અથવા તો સર્વિસના રેટ દેશભરમાં એક સમાન રહેશે. અત્રે નોંધનીય છે કે, ગઇકાલે શનિવારે જીએસટી કાઉન્સિલની બેઠક મળી હતી. જેમાં વ્યાપક ચર્ચા બાદ સોના ઉપર ત્રણ ટકા જીએસટી લાગૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. બીજી બાજુ ફુટવેર, બિસ્કીટ, ટેક્સટાઇલ જેવી વસ્તુઓ ઉપર પણ જીએસટી નક્કી કરવામાં આવ્યા હતા. જીએસટી દ્વારા ગયા મહિનામાં જ મોટાભાગની ચીજવસ્તુઓ અને સર્વિસના રેટ નક્કી કરી લેવામાં આવ્યા હતા. બીડી ઉપર પણ ટેક્સના રેટ આજે નક્કી કરવામાં આવ્યા હતા. જો કે, સિગારેટ પર જીએસટીના રેટ હવે ૧૧મી જૂનના દિવસે યોજાનારી આગામી જીએસટી કાઉન્સિલની બેઠકમાં નક્કી કરવામાં આવશે. આ અગાઉ સોનાને જીએસટીના પાંચ ટકાના સ્લેબમાં રાખવાની ચર્ચા હતી પરંતુ કેરળને છોડીને કોઇપણ રાજ્ય તેના ઉપર સહમત ન થતાં આખરે સોના અને સોનાની જ્વેલરી પર ત્રણ ટકા ટેક્સ લાગૂ કરવાનો નિર્ણય કરાયો હતો. જીએસટી કાઉન્સિલની આગામી બેઠક ૧૧મી જૂનના દિવસે યોજાશે. હાલમાં ૨થી ૨.૫ ટકા ટેક્સ કરોબારીઓને ચુકવવાની ફરજ પડે છે. આવીસ્થિતિમાં ત્રણ ટકા ટેક્સ લાગૂ થવાની સ્થિતિમાં તેમાં વધારો થઇ શકે છે. બીજી બાજુ ૫૦૦ રૂપિયાથી વધારેના ફુટવેર પર ૧૮ ટકા ટેક્સ લાગૂ કરવાને મંજુરી આપી દેવામાં આવી છે. આનાથી ઓછાના ફુટવેર પર પાંચ ટકા ટેક્સ લાગૂ થશે. રેડિમેડ ગારમેન્ટ્‌સને કાઉન્સિલે ૧૨ ટકાના સ્લેબમાં રાખવાનો નિર્ણય કર્યો છે. તમામ પ્રકારના બ્રાન્ડેડ બિસ્કીટ ઉપર ૧૮ ટકા ટેક્સ લાગૂ કરવામાં આવશે.

Related posts

RILને પછાડીને SBI સૌથી મોટી નફાકારક કંપની બની ગઈ

aapnugujarat

ચંદા કોચરની ૯ કલાક સુધી ઇડી દ્વારા પુછપરછ થઇ

aapnugujarat

એરટેલના અજય પૂરી COAI ના નવા ચેરમેન તથા જિઓના મિત્તલ બન્યા વાઇસ ચેરમેન

editor

Leave a Comment

UA-96247877-1