Aapnu Gujarat
ગુજરાત

ગાંધીનગર સચિવાલયમાં નોકરીની લાલચ આપી યુવક પાસેથી ૩૭ લાખ પડાવ્યા

ગાંધીનગર સચિવાલયમાં વર્ગ-૩ ની નોકરી આપવાનુ કહીને વડનગરના યુવાન સાથે ૩૭ લાખની છેતરપીંડી કરવામાં આવી છે. આ મામલે છેતરપીંડી કરનારા ૨ શખ્સો સામે ફરિયાદ નોંધાવાઈ છે.
વડનગરના સિપોરના ખાડિયાવાસમાં હેમંતકુમાર મણીલાલ પટેલ સાથે ૩૭ લાખની છેતરપીંડી કરવામાં આવી છે. વડનગરના રહેવાસી જીમ્મી ભરતભાઈ પટેલ અને મૌલિક હીરપરા નામના બે શખ્સોએ યુવકને સચિવાલયમાં નોકરી અપાવવાનું કહી તેની પાસેથી ૩૭ લાખ રૂપિયા લીધા હતા. બંને શખ્સોએ હેમંતને નકલી ઓફર લેટર તથા ઓર્ડર નિમણૂંક પત્ર તથા આઇકાર્ડ બનાવી આપ્યો હતો. તેમજ તેનો ખરા તરીકે ઉપયોગ કરી ખોટા હોદ્દા ધરાવી બનાવટી સિક્કા પણ મારી આપ્યા હતા. બંને બીજા શખ્સો સાથે પણ આ રીતે છેતરપીંડી કરી હતી. નોકરી ન મળતા તેઓએ રૂપિયા પરત કરવાની માંગણી કરી હતી, તેઓએ રૂપિયા પણ પરત આપ્યા ન હતા. ત્યારે હેમંત કુમાર પટેલે તેમની સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસે આ મામલે આરોપીઓ સામે ઇપીકો ૫૦/૧૯, ૪૦૬, ૪૧૯, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૩, ૧૨૦બી અંતર્ગત ગુનો નોંધી એલસીબી પીઆઇ એસ એસ નિનામાએ તપાસ હાથ ધરી છે.

Related posts

વડોદરા ડેન્ગ્યુના ભરડામાં

aapnugujarat

ગુજરાતના રમખાણોના કેસમાં તિસ્તા સેતલવાડને સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા

aapnugujarat

નવા પશ્ચિમઝોન વિસ્તારો માટે ૧૩૦ કરોડની દરખાસ્ત મંજુર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1