Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતના રમખાણોના કેસમાં તિસ્તા સેતલવાડને સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા

ગુજરાતમાં વર્ષ ૨૦૦૨ના રમખાણો સંબંધિત નિર્દોષ લોકોને ફસાવવા માટે ખોટા દસ્તાવેજો બનાવવાના આરોપ હેઠળ સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ અને પૂર્વ ડીજીપી આરબી શ્રીકુમારની ધરપકડ કરાઈ હતી. તો સેશન્સ કોર્ટો તિસ્તા સેતલવાડ અને આરીબી શ્રીકુમારના જામીન ફગાવ્યા હતા. જે બાદ હવે સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડને વચગાળાના જામીન આપ્યા છે. સાથે જ રેગ્યુલર જામીન માટે હાઈકોર્ટમાં જવા માટે સૂચન પણ આપ્યું છે. અગાઉ એસઆઈટીએ એફિડેવિટ ફાઈલ કરીને ચોંકવનારો ખુલાસો કર્યો હતો કે, તિસ્તા સેતલવાડે અહેમદ પટેલના કહેવાથી સરકાર તોડી પાડવા માટે મોટું કાવતરું રચ્યું હતું.
વર્ષ ૨૦૦૨માં ગુજરાતમાં થયેલા કોમી રમખાણોમાં ખોટા પુરાવા ઊભા કરવાના કાવતરામાં સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ અને પૂર્વ ડીજીપી આરબી શ્રીકુમારની ધરપકડ કરાઈ હતી. જે બાદ તેઓને જેલમાં ધકેલવામાં આવ્યા હતા. ગુજરાતના રમખાણ કેસમાં અગાઉ સેશન્સ કોર્ટે તિસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમારના જામીન ફગાવ્યા હતા. એ પછી તિસ્તા સેતલવાડે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. ત્યારે હવે સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડને વચગાળાના જામીન આપ્યા હતા. આ સાથે જ રેગ્યુલર જામીન માટે હાઈકોર્ટમાં જવા માટે સૂચન આપ્યું હતું. આ સિવાય સુપ્રીમ કોર્ટે તપાસમાં સહયોગ આપવા માટે પણ તિસ્તા સેતલવાડને નિર્દેશ કર્યો છે.
આ સિવાય સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટમાંથી જામીન ન મળે ત્યાં સુધી પોતાનો પાસપોર્ટ પણ સરન્ડર કરવા માટે આદેશ આપ્યો છે. જો કે, સુપ્રીમ કોર્ટ દ્વારા વચગાળાના જામીન મળતા તિસ્તા સેતલવાડે પણ રાહત અનુભવી છે. બીજી એક મહત્વની વાત એ છે કે, અગાઉ જામીન માટે અરજી કરી હતી. ત્યારે એસઆઈટીએ એફિડેવિટ ફાઈલ કરીને ચોંકવનારો ખુલાસો કર્યો છે હતો કે, તિસ્તા સેતલવાડે અહેમદ પટેલના કહેવાથી સરકાર તોડી પાડવા માટે મોટુ કાવતરું રચ્યું હતું. તત્કાલિકન મુખ્યમંત્રી અને હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રમખાણ કેસમાં સંડોવવા માટે ખોટા પ્રયાસ કર્યા હતા. આ કાવતરામાં તિસ્તા સેતલવાડનો મોટો રોલ હોવાથી તેને જામીન આપવા ન જોઈએ એવી રજૂઆત પણ એસઆઈટીએ કરી હતી.
એફિડેવિટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, સ્વ. અહેમદ પટેલના કહેવાથી તિસ્તા સેતલવાડે સરકારને તોડી પાડવા માટેનો પ્રયાસ કર્યો હતો. એક સાક્ષીએ એનું નિવેદન આપ્યું છે અને જણાવ્યું છે કે, સર્કીટ હાઉસમાં અહેમદ પટેલે તિસ્તા સેતલવાડને પહેલાં પાંચ લાખ રુપિયા આપ્યા હતા. બે દિવસ પછી તેઓ ફરીથી મળ્યા હતા. જ્યાં અહેમદ પટેલે બીજા ૨૫ લાખ રુપિયા આપ્યા હતા. દિલ્હીમાં સ્થિત અહેમદ પટેલના બંગલે તિસ્તા સેતલવાડ અને સંજીવ ભટ્ટ મળ્યા હતા, એ પછી તેઓ બંને વારંવાર મળ્યા હતા.
એસઆઈટી દ્વારા રજૂ કરવામાં આવેલી એફિડેવિટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, તિસ્તા સેતલવાડની એનજીઓના ફિલ્ડ કન્વીનર રઈસ ખાન પઠાણે તિસ્તા સેતલવાડના કહેવાથી એક સાક્ષીને પણ બોલાવ્યો હતો. સાથે જ તેને મુંબઈ અને કોલકાતા સહિતની વિવિધ જગ્યાએ લઈ જઈ મીડિયા સમક્ષ રમખાણ મુદ્દે ખોટા નિવેદનો પણ કરાવ્યા હતા. આ સાક્ષીનું એવું પણ કહેવું છે કે, તેના ફોટાનો ઉપયોગ ફંડ એકત્ર કરવા માટે પણ કરવામાં આવ્યો હતો. સાથે જ સંજીવ ભટ્ટ અને આરબી શ્રીકુમારે કેટલાંક દસ્તાવેજ તિસ્તા સેતલવાડને આપ્યા હતા એવું ઈમેઈલની તપાસમાં ફલિત થાય છે.
આ સિવાય હરેન પંડ્યાના પિતા વિઠ્ઠલ પંડ્યાને તિસ્તા સેતલવાડે બોલાવ્યા હતા અને પોતાની એનજીઓમાં જોડાવા માટે દબાણ કર્યું હતું. એટલું જ નહીં તેઓને મુંબઈ લઈ જવામાં આવ્યા હતા.
જ્યાં તિસ્તાના વકીલ અને આરબી શ્રીકુમારના કહેવાથી તેમના નામે એક નિવેદન પણ તૈયાર કરવામાં આવ્યું હતું. જો કે, તેઓએ આ નિવેદન પર સહીં કરવાનો ઈનકાર કર્યો હતો. ત્યારે આ સમગ્ર કેસને લઈ તિસ્તા સેતલવાડ, આરબી શ્રીકુમાર પર ગાળિયો કસાયો હતો. પણ સુપ્રીમ કોર્ટે હવે વચગાળાના જામીન આપતા તિસ્તા સેતલવાડે થોડી રાહત અનુભવી છે.

Related posts

Acharya Devvrat takes sworn as new Governor of Gujarat

aapnugujarat

જયંતિ ભાનુશાળી પ્રકરણ : કચ્છના કોન્સ્ટેબલની સંડોવણી ખુલી

aapnugujarat

अहमदाबाद शहर में पिछले 3 साल से धारा 144 लागू

aapnugujarat

Leave a Comment

UA-96247877-1