Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સની દેઉલને આચારસંહિતા ભંગ બદલ નોટિસ અપાઈ

ફિલ્મ અભિનેતામાંથી રાજનેતા બનેલા સની દેઓલને આચારસંહિતા ભંગના મામલામાં ચૂંટણી પંચે નોટિસ ફટકારી છે. તેમના ઉપર ચૂંટણી પ્રચારની અવધિ પૂર્ણ થયા બાદ પણ પ્રચાર કરવાનો આક્ષેપ કર્યો છે. અત્રે નોંધનીય છે કે, સની દેઓલે લોકસભાની ચૂંટણીથી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇને ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. તેઓ પંજાબની ગુરદાસપુર સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર સુનિલ જાખડની સામે ચૂંટણી લડી રહ્યા છે. શનિવારના દિવસે ચૂંટણી પંચે કથિતરીતે આચારસંહિતાના ભંગ કરવાના આક્ષેપમાં સની દેઓલને નોટિસ ફટકારી હતી. પંચના એક અધિકારીએ મિડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, એક જનસભાને સની દેઓલે સંબોધન કર્યું હતું જેના પરિણામ સ્વરુપે સની દેઓલને નોટિસ ફટકારવામાં આવી છે. લોકોને સંબોધન કરવા માટે સની દેઓએલ માઇક્રોફોનનો પ્રયોગ કર્યો હતો. ગુરદાસપુર સીટ પર વિનોદ ખન્ના ચાર વખત ચૂંટણી જીતી ગયા હતા. એપ્રિલ ૨૦૧૭માં કેન્સરના કારણે તેમનું અવસાન થયું હતું. આજ કારણસર આ સીટ ખાલી થઇ હતી. પેટાચૂંટણીમાં કોંગ્રેસના સુનિલ જાખડ જીતી ગયા હતા.
ગુરદાસપુર સહિત પંજાબની ૧૩ સીટો માટે આવતીકાલે મતદાન યોજાશે.

Related posts

રાજસ્થાન : ભાજપ નગર નિગમની ચૂંટણીમાં ત્રીજા સ્થાને

editor

देश को करतारपुर कॉरिडोर समर्पित करना मेरा सौभाग्य : पीएम मोदी

aapnugujarat

IPL-૧૧ની આવતીકાલથી રોચક શરૂઆત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1