Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ટીએમસીના ગુંડાઓએ બંગાળને નર્ક બનાવ્યું અને યુપીમાં માયા, અખિલેશ વોટરને જાગીર સમજે છે : પશ્ચિમ બંગાળ અને ઉત્તરપ્રદેશમાં મોદીનો ઝંઝાવાતી પ્રચાર

પશ્ચિમ બંગાળના જુદા જુદા વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરીવાર ઝંઝાવતી પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. આ ગાળા દરમિયાન મોદીએ ફરીવાર મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તૃણમુલ કોંગ્રેસ સરકાર ઉપર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, છેલ્લા ત્રણ ચાર દિવસ દરમિયાન બંગાળમાં જે કંઇ પણ ઘટનાઓ બની રહી છે તેને તમામ લોકો જોઈ રહ્યા છે. ટીએમસીના ગુંડાઓએ બંગાળમાં નરકની સ્થિતિ સર્જી દીધી છે જે રીતે હિંસા ફેલાઈ રહી છે તેનાથી જનતંત્ર બદનામ થયું છે. ટીએમસીના ગુંડાતત્વોએ મોડી રાત્રે મહાન શિક્ષણશાસ્ત્રી અને સમાજ સુધારક ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમાને પણ તોડી પાડી હતી. કોલેજમાં સીસીટીવી કેમેરા લાગેલા હતા. સરકાર નારદા શારદા કૌભાંડમાં પુરાવાની જેમ જ તેના પણ પુરાવા નષ્ટ કરી રહી છે. મોદીએ કહ્યું હતું કે, આજે ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર જ્યાં પણ હશે ત્યાંથી જોઇને તેમને પીડા થઇ રહી હશે. તેઓ બંગાળના ગૌરવની રક્ષા માટે લડી રહ્યા હતા અને આજે ઘુસણખોરોનું શાસન આવી ગયું છે. ગઇકાલે તેઓ મિડિયામાં જોઈ રહ્યા હતા કે, મમતા બેનર્જીએ ભાજપની ઓફિસ ઉપર કબજો જમાવવાની પણ ધમકી આપી હતી. મમતા બેનર્જી સતત ધમકીઓ આપી રહ્યા છે. વોટ બેંકની રાજનીતિ માટે મમતા બેનર્જી કઈ હદ સુધી પહોંચી રહ્યા છે તે તમામ લોકો જોઇ રહ્યા છે. બંગાળની પુત્રીઓને વારંવાર જેલ ભેગી કરવામાં આવે છે પરંતુ ઘુસણખોરો અને તસ્કરોને મમતા બેનર્જીએ ખુલ્લી છુટ આપી દીધી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી ભારતના વડાપ્રધાનને પોતાના વડાપ્રધાન તરીકે ગણતા નથી પરંતુ પાકિસ્તાની વડાપ્રધાનની પ્રશંસા કરતા થાકતા નથી. પોતાના ભત્રીજાની સાથે મળીને ટોળાબાજી અને તસ્કરોની સિન્ડિકેટ ચલાવવામાં આવી રહી છે જેના લીધે પશ્ચિમ બંગાળના માનુષ ભારે પરેશાન છે. રાજ્યના વિકાસ ઉપર સ્પીડ બ્રેકરની સ્થિતિ જોવા મળી રહી છે. મમતાને બંગાળના સામાન્ય લોકોની ચિંતા દેખાઈ રહી નથી. માત્ર સત્તાની ચિંતા રહેલ છે. મોદીએ ફરી એકવાર સ્વામી વિવેકાનંદથી લઇને શ્યામાપ્રસાદ મુખર્જી સુધી ભાજપના ચિંતનને ગઢમાં બંગાળની સંસ્કૃતિની વાત કરી હતી. બંગાળના ગૌરવની રક્ષા કરવાની ભાજપની પ્રાથમિકતા છે. મોદીએ ઉપસ્થિત લોકોને ફરીવાર ચુપચાપ કમલછાપ અને બુથ બુથથી ટીએમસી સાફના નારા લગાવ્યા હતા.મોદીએ ઇશ્વરચંદની પ્રતિમાને નુકસાન પહોંચાડનાર સામે કઠોર પગલા લેવાની વાત કરી હતી. તમામ કેન્દ્રીય યોજનાઓ ઉપર મમતા પોતાના સ્ટીકર લગાવીને લોકોને ગેરમાર્ગે દોરે છે. સમગ્ર દેશમાં રસ્તા બની રહ્યા છે પરંતુ બંગાળની હાલત કફોડી બનેલી છે. સમગ્ર દેશમાં ખેડૂતોના બેંક ખાતામાં પૈસા જમા થઇ રહ્યા છે પરંતુ બંગાળમાં મમતા બેનર્જી રોકવાનું કામ કરી રહ્યા છે. ગરીબોની ભલાઈના દરેક કામમાં મમતાએ લુંટના રસ્તા શોધી કાઢ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મોદી પશ્ચિમ બંગાળની સાથે ઉત્તરપ્રદેશમાં પણ વિવિધ ભાગોમાં પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. મિરઝાપુરમાં બસપના વડા માયાવતી, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપર મતદારોને અંગત સંપત્તિ સમજવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, લોકો પોતાની ખુરશી માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે. પોતાના કાર્યકરોને પણ ભુલી ગયા છે. તેમણે કહ્યું હતુ કે, આ લોકો જાતિ વિભાજન કરીને આગળ વધવાની ઇચ્છા ધરાવે છે. અખિલેશ, માયાવતી અને કોંગ્રેસના નામદાર ઉત્તરપ્રદેશની પ્રજાને જાતિમાં વિભાજિત કરીને આગળ વધવા માટે ઇચ્છુક છે. આ લોકોને લાગે છે કે, વોટર તેમના જાગીર તરીકે છે. તેમને લાગે છે કે, પોતાની જાગીર એકબીજાને આપી દેશે. મોદીએ કહ્યું હતું કે, જેમ જેમ વિરોધીઓ દ્વારા ગાળોનો બોજ વધી રહ્યો છે તેમ તેમ પ્રજા તેમના પર વિશ્વાસ વધારી રહી છે. મહામિલાવટી લોકો ગાળો આપવામાં લાગેલા છે. મહામિલાવટી લોકો ફેંકાઈ રહ્યા છે. મહામિલાવટી લોકોએ મિરઝાપુરને નક્સલી હિંસામાં ધકેલી દેવામાં ભૂમિકા ભજવી હતી. ઉત્તરપ્રદેશમાં ખાણમાં લૂંટ ચલાવીને પોતાની પોતાની તિજોરીઓ ભરી દેવામાં આવી છે. પહેલા માયાવતી અને અખિલેશ કહી રહ્યા હતા કે ભાજપ વાળાઓન વાત શૌચાલયોથી શરૂ થાય છે અને ત્યાં જ ખતમ થઇ જાય છે પરંતુ આવી વાત એ લોકો જ કરી શકે છે જેમાના માટે માતા-પુત્રીઓની ગરિમા, સુરક્ષા અને આરોગ્યની ચિંતા નથી. તેમના માટે શૌચાલયો માતા-બહેન માટે ગરિમા સમાન છે. કાર્યકરોને રિમોટ કન્ટ્રોલ મારફતે ચલાવવાના પ્રયાસ સપા, બસપા અને કોંગ્રેસના નેતાઓ કરે છે. તેમના કાર્યકરોનું અપમાન થાય તો પણ આવું કરતા રહે છે.

Related posts

कर्नाटक चुनाव : बीजेपी के ८२ उम्मीदवारों की दूसरी लिस्ट जारी

aapnugujarat

બિહારમાં સેક્સ રેકેટનો પર્દાફાશ : ૩૨ ઝડપાયા

aapnugujarat

અંધાધૂંધ લોનના લીધે NPAની કટોકટી સર્જાઈ : જેટલી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1