Aapnu Gujarat
ગુજરાત

અરવલ્લીના ભિલોડા આદિવાસી વિસ્તારના વસોયામાં ૫૦ કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના આદિવાસી વિસ્તાર વસોયા ખાતે પ્રદેશ મંત્રી સંસદ અને જિલ્લા ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય સહિત ૫૦ કાર્યકરો કૉંગ્રેસ ને અલવિદા કરી ભાજપમાં જોડાયા. સમગ્ર ગુજરાતમાં ભાજપ દ્વારા પંડિત દિનદાયલ ઉપાધ્યાયની જન્મ શતાબધી નિમિત્તે વિસ્તારક દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસના કામો અંગે પ્રજાજનોને માહિતગાર કરવા નો કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે આજે અરવલ્લી જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર એવા ભિલોડા તાલુકાના વસોયા ગામે આજરોજ વિસ્તારક યોજના કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રદેશ મંત્રી અને અરવલ્લી જિલ્લાના સંગઠનના પ્રભારી હર્ષદગીરી ગૌસ્વામી સાંસદ દીપસિંહ રાઠોડ તેમજ અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રણવીરસિંહ ડાભી દ્વારા સરકારી યોજનાથી ઉપસ્થિત જનમેદનીને માહિતગાર કર્યા હતા જેમાં વર્ષોથી કૉંગ્રેસમાં રહેલા જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય સહિતના ૫૦થી વધુ કાર્યકરો કોંગ્રેસને રામરામ કરી વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ભિલોડા વિધાનસભા બેઠક છેલ્લી ત્રણ ટર્મથી કોંગ્રેસ પાસે છે ત્યારે ક્યારેય ભાજપ જે વિસ્તારમાં ખાતું ખોલાવી શકી નથી એવા વિસ્તારના પ્રમુખ કાર્યકરો ભાજપમાં જોડાતા ભિલોડા તાલુકાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો હતો. આમ અરવલ્લી જિલ્લા ભાજપ વિસ્તારક યોજના કાર્યક્રમ દ્વારા વર્ષો જુના કોંગ્રેસનાં ગઢમાં ગાબડું પાડવામાં સફળ રહ્યો હતો.

Related posts

સુરતમાં ભાજપના ઉમેદવારને ખેસ ખિસ્સામાં નાખીને ભાગવું પડ્યું

aapnugujarat

તમામ મિઠાઈના વેપારીઓ હેલ્થ વિભાગના સ્કેનર હેઠળ

aapnugujarat

नवरात्रि उत्‍सव मुमकिन नहीं : सी.आर.पाटिल

editor

Leave a Comment

UA-96247877-1