Aapnu Gujarat
મનોરંજન

‘સૂર્યવંશી’માં નવા વિલન તરીકે અભિમન્યુ સિંહ, અજયનો કેમિયો હશે

’અક્સ’, ’ગુલાલ’ તથા ’મોમ’ જેવી ફિલ્મ્સમાં નેગેટિવ રોલ કરી ચૂકેલો એક્ટર અભિમન્યુ સિંહ ડિરેક્ટર રોહિત શેટ્ટીની ’સૂર્યવંશી’માં નેગેટિવ રોલમાં જોવા મળશે. અભિમન્યુ સિંહે અત્યાર સુધી અનેક ફિલ્મ્સમાં નેગેટિવ રોલ કર્યો છે.
રોહિત શેટ્ટીની ગયા વર્ષે રિલીઝ થયેલી ’સિમ્બા’માં સોનુ સૂદ વિલનના રોલમાં હતાં. હવે, ’સૂર્યવંશી’માં અભિમન્યુ જોવા મળશે. અભિમન્યુએ કહ્યું હતું કે રોહિતસરે તેની તમિળ એક્શન થ્રિલર ફિલ્મ ’થીરાન’ જોઈ હતી. આ ફિલ્મમાં તે વિલનના રોલમાં હતો. ફિલ્મ જોયા બાદ રોહિતસરે તેને ફોન પર શુભેચ્છા પાઠવી હતી.
દેવગને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘સિંઘમ, સિમ્બા અને સૂર્યવંશીની સાથે એક ફિલ્મ બનાવવાનો એક પ્લાન છે. જે સંપૂર્ણપણે અલગ ફિલ્મ રહેશે. એના માટે અમને યોગ્ય સ્ક્રિપ્ટની જરૂર છે અને અમે એના પર કામ કરી રહ્યા છીએ. સિંઘમ અને સિમ્બા ‘દેશી’ સુપરહીરોઝ બન્યા છે અને હવે સૂર્યવંશી. આ ત્રણેયને સાથે લાવવા એ ગ્રેટ આઇડિયા છે.’ અજય ‘સૂર્યવંશી’માં કેમિયોમાં જોવા મળશે. તે કહે છે કે, ‘હા, મારો એમાં કેમિયો છે.’

Related posts

પ્રિયંકા દોસ્તાના-૨માં જોવા મળે તેવી શકયતા

aapnugujarat

રડતા રડતા કહી શકું છું ઈંડસ્ટ્રીમાં મારી સાથે અન્યાય થયો, પરંતુ આ સાચી રીત નથી – જોન

editor

મહારાષ્ટ્રનાં એક ગામમાં સની લિયોનના નામનું મંદિર બનશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1