Aapnu Gujarat
મનોરંજન

‘કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ હા કહી દીધી હતી : પરિણીતિ

બોલિવૂડ અભિનેત્રી પરિણીતિ ચોપરાએ ‘ઇશકજાદે’થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી ફિલ્મોમાંથી મોટા ભાગની ફ્લોપ રહી. તેની છેલ્લી બે ફિલ્મ ‘ગોલમાલ’ અને ‘કેસરી’ હિટ રહી. પરિણીતિ કહે છે કે હું કરણ જોહરને મળવા તેની ઓફિસ ગઇ હતી. કરણે મને બે લાઇનમાં ફિલ્મની કહાણી કહી હતી, પછી તેનું એક ગીત મને સંભળાવ્યું હતું અને મેં ત્રણ મિનિટમાં ફિલ્મ કરવા હાં કહી હતી.
થોડા સમયમાં પરિણીતિ ‘જબરિયા જોડી’ ફિલ્મમાં જોવા મળશે. તે કહે છે કે બાલાજી ટેલિફિલ્મ્સ અને કરવા મીડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘જબરિયા જોડી’માં હું સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લાંબા સમય બાદ જોવા મળીશ. પાંચ વર્ષ પહેલાં અમે બંનેએ ફિલ્મ ‘હંસી તો ફંસી’માં સાથે કામ કર્યું હતું. બિહારી ભાષામાં જબરદસ્તીને જબરિયા કહેવાય છે. તેથી આ ફિલ્મનું શીર્ષક તેવું રખાયું છે.

Related posts

Loans of around 2100 farmer’s paid by Amitabh Bachchan

aapnugujarat

‘બાબુમોશાય બંદુકબાજ’માં બોલ્ડ સીન માટે બિદિતાએ ઘણાં રિટેક કર્યાં

aapnugujarat

પ્રભાસ અને મોહનલાલની ફિલ્મ ‘કનપ્પા’માં અક્ષય કુમારની એન્ટ્રી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1