Aapnu Gujarat
મનોરંજન

પ્રિયંકા દોસ્તાના-૨માં જોવા મળે તેવી શકયતા

ટોચની અભિનેત્રી પ્રિયંકા ચોપરા દોસ્તાનાની સિક્વલમાં કામ કરે એવી શક્યતા હોવાની માહિતી મળી હતી. અગાઉ એણે એવું કહ્યું હતું કે દોસ્તાનાની સિક્વલ બને તો એમાં હું કામ નહીં કરું. વાસ્તવમાં દોસ્તાના ટુ માટે કેટરિના કૈફને સાઇન કરવામાં આવી હતી. પરંતુ કેટરિના હાલ એક કરતાં વધુ ફિલ્મો સાથે સંકળાયેલી છે. એ સલમાન ખાનની ભારત ઉપરાંત આમિર ખાનની ઠગ્સ ઑફ હિન્દુસ્તાન અને શાહરુખ ખાનની ઝીરો સાથે પણ સંકળાયેલી છે. એટલે એને લાગ્યું હતું કે પોતે દોસ્તાનાની સિક્વલ માટે સળંગ તારીખો ફાળવી નહીં શકે એટલે એણે આ પ્રોજેક્ટ છોડી દેવાનો નિર્ણય જાહેર કર્યો હતો. દોસ્તાનાની સિક્વલમાં પણ અગાઉની જોડી અભિષેક બચ્ચન અને જ્હૉન અબ્રાહમ ચમકવાના છે એવું જાણવા મળ્યું હતું. દોસ્તાના-૨ ૧૦ વર્ષ પહેલાં જાહેર કરાઇ હતી. ત્યારે કેટરિનાને સાઇન કરવામાં આવી હતી કારણ કે પ્રિયંકાએ સિક્વલ કરવાની ના પાડી હતી. હવે જ્યારે દોસ્તાના-૨ ફ્લોર પર જવાની તૈયારીમાં છે ત્યારે કેટરિના પાસે સળંગ તારીખો ખાલી નથી એટલે એણે નિર્માતાને વિનંતી કરી હતી કે મને આ પ્રોજેક્ટમાંથી મુક્ત કરો. આમ હવે કેટરિનાના સ્થાને ફરી પ્રિયંકા આવી રહી હોવાની માહિતી મળી હતી. જોકે હજુ પ્રિયંકાએ પણ ઔપચારિક રીતે ફિલ્મના કોન્ટ્રેક્ટ પર સહી કરી નથી.

Related posts

श्रीदेवी दुनिया की सर्वश्रेष्ठ मिमिक थीं : करण

aapnugujarat

१० दिसंबर को अब दिल्ली में लाइव परफॉम करेंगे दबंग सलमान खान

aapnugujarat

अर्जुन रामपाल को NCB ने फिर भेजा समन

editor

Leave a Comment

UA-96247877-1