Aapnu Gujarat
બિઝનેસ

રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં ૨૦૨૨ સુધી ૯૦ લાખ લોકોને રોજગારી મળવાની શક્યતા

ફૂડ સર્વિસ ઈન્ડસ્ટ્રી ભારતમાં સૌથી તેજ ગ્રોથ કરનારી ઈન્ડસ્ટ્રી છે. ૨૦૧૮-૧૯માં આ ઈન્ડસ્ટ્રીએ ૭૩ લાખ લોકોને રોજગાર આપ્યો છે અને ૨૦૨૨-૨૩ સુધી આ ઈન્ડસ્ટ્રીનો ટાર્ગેટ આશરે ૯૦ લાખ લોકોને રોજગાર આપવાનો છે. આ વાત ઈન્ડિયા ફૂડ સર્વિસીઝ રિપોર્ટ ૨૦૧૯ જાહેર કરતા નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે કહી.રિપોર્ટને રજૂ કરતા અમિતાભે જણાવ્યું કે ભારત દુનિયાનો સૌથી યુવા દેશ છે, જ્યાં ટેક્નિકનો ઉપયોગ કરનારા ઉપભોક્તાઓની સંખ્યા તેજીથી વધી રહી છે. આ સીવાય લોકોની વધતી આવકના કારણે આ ઈન્ડસ્ટ્રી તેજીથી વિકાસ કરી રહી છે. આ જ કારણ છે કે ટેક્સ કલેક્શનનું સૌથી મોટુ પ્લેટફોર્મ બની ગયું છે.
આ ઈન્ડસ્ટ્રીએ ૨૦૧૮-૧૯માં સરકારને ૧૮૦૦ કરોડ ટેક્સમાં યોગદાન આપ્યું છે. રિપોર્ટ અનુસાર દર મહિને બહાર ખાનારા લોકોની સંખ્યામાં વૃદ્ધિ થઈ છે. ૨૦૧૮-૧૯માં પ્રતિમાસ સરેરાશ ૬.૬ ની વૃદ્ધિ થઈ છે. આપને જણાવી દઈએ કે આ રિપોર્ટ ૨૪ શહેરોમાં ૧૩૦ રેસ્ટોરન્ટના સીઈઓ અને ગ્રાહકો સાથે વાતચીતના આધાર પર તૈયાર કરવામાં આવ્યો છે.રિપોર્ટ અનુસાર, ભારતીય ફૂડ સર્વિસ ઉદ્યોગનું બજાર ૨૦૧૮-૧૯માં ૪,૨૩,૮૬૫ કરોડ છે જેના ૯ ટકા સીજીઆર દર વધીને ૨૦૨૨-૨૩ માં આ ૫,૯૯,૭૮૨ કરોડ સુધી પહોંચવાનું અનુમાન છે. આ ઈન્ડસ્ટ્રી ભારતની સૌથી મોટી ઈન્ડસ્ટ્રી છે.એનઆરએઆઈના રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૮-૧૯માં લોકોનો ઝુકાવ રિજનલ ફૂડ્‌સ તરફ વધ્યો છે. આમાં પણ સાઉથ ઈન્ડિયન અને રાજસ્થાની ફૂડ પ્રત્યે લોકોનું આકર્ષણ વધ્યું છે.

Related posts

બેંકો ૨,૦૦૦, ૫૦૦ની લખાણવાળી નોટ સ્વીકારવાની ના પાડી શકે નહીં : રિઝર્વ બેંક

aapnugujarat

कास्टिक सोडा और सोडा ऐश पर आयात शुल्क 12.5% करने की मांग

aapnugujarat

PNB को लगा 3688 करोड़ का चूना

editor

Leave a Comment

UA-96247877-1