Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

એમેઝોનના માલિક બેજોસે બનાવ્યું અંતરિક્ષયાન, મોકલશે ચંદ્રના મિશન પર

દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ એમેઝોનના સીઇઓ જેફ બેજોસે શુક્રવારે પોતાનું પ્રથમ મૂન મિશનનું અનાવરણ કર્યુ. તેમાં તેઓએ કંપનીના બ્લૂ ઓરિજિન સ્પેસ પ્રોગ્રામ હેઠળ તૈયાર કરેલા નવા રોકેટ એન્જિન અને અંતરિક્ષયાન રજૂ કર્યુ. બેજોસે કહ્યું કે, આ ચંદ્ર પર પરત જવાનો સમય છે. અમે હવે ચંદ્ર સુધીનો રસ્તો બનાવીશું અને ત્યાં રોકાઇશું પણ.
હાલ જે મૂન લેન્ડરને બેજોસે રજૂ કર્યો, તેનાથી માત્ર વૈજ્ઞાનિક ઉપકરણ, સેટેલાઇટ અને રોવર જ ચંદ્ર પર મોકલી શકાશે. વોશિંગ્ટનમાં નાસા અને અન્ય કંપનીઓના માલિકોની હાજરીમાં બેજોસે કહ્યું કે, હજુ અંતરિક્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં હોવાના કારણે અહીં કંઇ પણ મજેદાર કરવું ઘણું મોંઘુ છે. તેથી મારી પેઢીનું કામ અંતરિક્ષમાં આધારભૂત ઢાંચો ઉભો કરવાનું છે, જેથી ચંદ્ર પર જવાની સુવિધા તૈયાર કરી શકાય.
એવું માનવામાં આવી રહ્યું છે કે, બેજોસ આવનારા સમયમાં અંતરિક્ષ અને ચંદ્રને લોકોને રહેવા માટે તૈયાર કરવા ઇચ્છીએ છીએ. પોતાના કાર્યક્રમની મદદથી તેઓ અંતરિક્ષ યાત્રાને સસ્તી કરવા ઇચ્છે છે. તેઓને જણાવવા માટે બેજોસે કાર્યક્રમમાં આવી સ્પેસ કોલોનીની તસવીરો પણ દર્શાવી, જ્યાં માણસોની સાથે જાનવર અને ગ્રીનરી પણ મોજૂદ હશે.ટ્રમ્પે હાલમાં જ ૨૦૧૪ સુધી ચંદ્ર પર ફરીથી માણસ મોકલવાની જાહેરાત કરી હતી.
નાસા આ માટે અનેક પ્રાઇવેટ કંપનીઓની સાથે કામ કરી રહી છે. બેજોસનું બ્લૂ ઓરિજિન પ્રોગ્રામ પણ નાસા સાથે જ છે. બેજોસે કહ્યું કે, તેઓનો કાર્યક્રમ ટ્રમ્પને આપેલી ડેડલાઇન સાથે જ પૂર્ણ થઇ જશે, કારણ કે એમેઝોને સ્પેસક્રાફ્ટ પર ૨૦૧૬થી જ કામ શરૂ કરી દીધું હતું. નાસા સ્પેસ એક્ટ એગ્રીમેન્ટ હેઠળ સ્પેસ પ્રોગ્રામ માટે બેજોસને અંદાજિત ૯૧ કરોડ રૂપિયાનું ફંડ આપી ચૂક્યું છે.

Related posts

પૂરગ્રસ્ત શ્રીલંકાની ત્વરિત મદદે ભારતીય નૌકાદળ; કુદરતી આફતે ૧૪૬નો ભોગ લીધો

aapnugujarat

फिलाडेल्फिया गोलीबारी : पुलिस ने संदिग्ध हमलावर को हिरासत में लिया

aapnugujarat

હવે કોરોના સાથે જીવતા શીખી લો : WHO

editor

Leave a Comment

UA-96247877-1