Aapnu Gujarat
બિઝનેસ

ચીનની ટ્રાવેલ એજન્સીએ હકીકત સ્વીકારી, અરુણાચલને ભારતનો હિસ્સો ગણાવ્યો

ચીનની સૌથી મોટી ઓનલાઇન ટ્રાવેલ એજન્સી સી-ટ્રિપ ઇન્ટરનેશનલ લિ.એ ભૂલથી હકીકતનો સ્વીકાર કરી લીધો છે. તેણે હાલમાં જ અરુણાચલ પ્રદેશને ભારતના કબજાવાળા ક્ષેત્ર તરીકે દર્શાવ્યો છે. તેના પર ચીનના લોકોએ નારાજગી વ્યક્ત કરી છે, ત્યારબાદ કંપનીએ કહ્યું કે, તે આ વાતની તપાસ કરાવશે. ભારતની આપત્તિ છતાં ચીન અરુણાચલને પોતાનો હિસ્સો ગણાવી રહ્યા છે. કંપનીના આ પગલાના કારણે ચીનના ઇન્ટરનેટ યૂઝર્સ ભડકી ગયા. એક વ્યક્તિએ લખ્યું, શું સી-ટ્રિપ ખુલ્લેઆમ દેશને વેચવાનું કામ કરવા લાગી છે. ત્યારબાદ કંપનીએ સંબંધિત જાણકારી વેબસાઇટથી હટાવી લીધી છે.ચીન ઉત્તર-પૂર્વ ભારતીય રાજ્ય અરુણાચલ પ્રદેશના દક્ષિણ તિબ્બેટનો હિસ્સો હોવાનો દાવો કરતું કહ્યું છે.
સીમા વિવાદને લઇને બંને દેશોની વચ્ચે અત્યાર સુધી ૨૧ દોરની મુલાકાત થઇ ચૂકી છે. ભારત-ચીન બોર્ડર વિવાદમાં ૩,૪૮૮ કિમી લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) સામેલ છે.
હાલમાં જ ચીનના કસ્ટમ વિભાગે એ ૩૦ હજાર નકશાને નષ્ટ કરી દીધા, જેમાં અરુણાચલ પ્રદેશ અને તાઇવાનને તેના કબજામાં દર્શાવ્યું નહતું. આ વૈશ્વિક નકશાનું છાપકામ ચીનમાં થયું હતું. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે, આખા નકશા કોઇ અજ્ઞાત દેશમાં મોકલવાના હતા.

Related posts

નાદાર બનેલી જેટ એરવેઝમાં ટાટા કંપની રોકાણ કરે તેવી શક્યતા

aapnugujarat

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક ભવ્ય કાર્યક્રમમાં લોંચ થશે

aapnugujarat

ચાર નવા આઈપીઓને લઇને કારોબારી ઉત્સુક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1