Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સ્પાઈસ જેટમાં ૧૧મીથી બિઝનેસ ક્લાસમાં પ્રવાસ

સસ્તી કિંમતે વિમાની સેવાન ઓફર કરનાર એરલાઈન્સ સ્પાઈસ જેટે આજે બિઝનેસ ક્લાસ ઓફર કરવાની જાહેરાત કરી છે. સ્પાઈસ જેટ ૧૧મી મેથી તેના પસંદગીના રૂટ ઉપર બિઝનેસ ક્લાસમાં યાત્રા કરવા માટે ઓફર કરશે. સ્પાઈસ જેટે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે એરલાઈન તેના પસંદગીના રૂટ દિલ્હી, મુંબઈ, કોલકતા, ચેન્નઈ, હૈદરાબાદ, બેંગલોર, વારાણસી અને શ્રીનગરથી ઉડાણ ભરનાર પોતાના બોઈંગ ૭૩૭ વિમાનમાં બિઝનેસ ક્લાસમાં વિમાની યાત્રા માટે ઓફર કરશે. આ પગલું કંપનીને તાજેરમાં જ બંધ થઈ ચુકેલી જેટ એરવેઝ પાસેથી કેટલાક બોઈંગ ૭૩૭ વિમાન લીઝ ઉપર લેવાના નિર્ણય બાદ કર્યો છે. સ્પાઈસ જેટે પ્રિમિયમ સેવા આપનાર ગલ્ફ કેરિયર અમિરાતની સાથે એક કોડ શેર સમજૂતિની જાહેરાત પણ કરી છે. જેટના બોઈંગના પૂર્ણ કાફલામાં બે ક્લાસમાં વિભાજિત રહે છે. તેમાં બિઝનેસ ક્લાસ અને ઈકોનોમી ક્લાસનો સમાવેશ થાય છે. એરલાઈને અખબારી યાદી જારી કરીને કહ્યું છે કે બિઝનેસ ક્લાસમાં વિમાની યાત્રા કરવાની ઓફર હેઠળ સ્પાઈસ જેટ પોતાના યાત્રીઓને જુદી જુદી સુુવિધા આપશે. જેમાં ખાવા પીવાની ચીજવસ્તુઓ તેમજ પ્રાયોરિટી સર્વિસનો સમાવેશ થાય છે. વધારે પ્રમાણમાં બેગેજ એલાઉન્સની સુવિધા પણ આપવામાં આવનાર છે. સસ્તી કિંમતે એરલાઈન્સ દ્વારા સુવિધા આપવામાં આવી રહી છે.આવી સ્થિતિમાં હવે બિઝનેસ ક્લાસની ઓફર પણ ક રવામાં આવી છે. સ્પાઈસ જેટ દ્વારા હાલમાં આક્રમક યોજના બનાવાઈ છે.

Related posts

જર્મન બેકરી બ્લાસ્ટમાં યાસીન ભટકલની સામે આરોપ ઘડાયા

aapnugujarat

Sangh is being targeted for the last 90 years : Bhagwat

aapnugujarat

સેંસેક્સ ૧૦૬ પોઇન્ટ ઘટીને બંધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1