Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સ ૧૦૬ પોઇન્ટ ઘટીને બંધ

શેરબજારમાં આજે છેલ્લા ચાર દિવસથી ચાલતી તેજી ઉપર બ્રેક મુકાઈ હતી. કારોબારના અંતે સેંસેક્સ ફાઈનાન્સિયલ કાઉન્ટરોમાં વેચવાલી વચ્ચે તથા વૈશ્વિક બજારમાં મંદી વચ્ચે ઘટીને બંધ રહ્યો હતો. સેંસેક્સ આજે ૧૦૬ પોઇન્ટ ઘટીને ૩૬૧૦૭ની નીચી સપાટીએ રહ્યો હતો જેમાં આજે કારોબાર દરમિયાન તાતા મોટર્સના શેરમાં એક ટકાથી વધુનો ઉછાળો રહ્યો હતો જ્યારે ઇન્ડસઇન્ડ બેંકમાં બે ટકાથી વધુનો ઘટાડો રહ્યો હતો. નિફ્ટી ઇન્ડેક્સ ૩૪ પોઇન્ટ ઘટીને ૧૦૮૨૨ની નીચી સપાટીએ રહ્યો હતો. બીએસઇ મિડકેપ ઇન્ડેક્સમાં ૧૫૧૯૬ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૪૬૨૮ની સપાટી રહી હતી. ત્રિમાસિક ગાળાના પરિણામ હાલમાં જાહેર કરવામાં આવી રહ્યા છે. આના ભાગરુપે દિગ્ગજ કંપની ઇન્ફોસીસ પણ શુક્રવારના દિવસે ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કરશે. કર્ણાટક બેંક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ૧૧મી જાન્યુઆરીના દિવસે પરિણામ જાહેર કરનાર છે. આર્થિક મોરચા ઉપર વાત કરવામાં આવે તો દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં નવેમ્બરના આંકડા ૧૧મી જાન્યુઆરીના દિવસે જારી કરાશે. દેશમાં ઔદ્યોગિક ઉત્પાદન ઓક્ટોબર ૨૦૧૮માં ૮.૧ ટકા વધી ગયો હતો જે ગયા વર્ષે આ મહિનામાં ૪.૫ ટકા હતો. એફપીઆઈએ ૨૦૧૮માં ૮૩૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. જ્યારે ૨૦૧૭માં રેકોર્ડ બે લાખ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. જુદા જુદા કારણો આના માટે જવાબદાર રહ્યા છે. ૨૦૧૮ પહેલા એફપીઆઈ દ્વારા સતત છ વર્ષમાં ઇક્વિટીમાં ખરીદી કરવામાં આવી હતી.આ વખતે નાણાં પરત ખેંચવામાં આવ્યા છે. ૨૦૧૧માં ભારતીય શેરબજારમાંથી એફપીઆઈએ નાણાં પરત ખેંચ્યા હતા. તે પહેલા ૨૦૦૮માં પણ વેચવાલીનો માહોલ રહ્યો હતો. ૨૦૧૮માં એફપીઆઈ શરૂઆતના ગાળામાં નાણાં ઠાલવ્યા હતા પરંતુ વૈશ્વિક બજારમાં નબળી સ્થિતિ અને ઇક્વિટી મૂડીરોકાણ ઉપર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સના પરિણામ સ્વરુપે નાણાં પરત ખેંચવાની શરૂઆત થઇ હતી. માર્ચ મહિનામાં ટુંકી રિકવરી થયા બાદ આ વર્ષના મોટાભાગના ગાળામાં વેચવાલી રહી હતી. વર્ષ ૨૦૧૮માં બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ઘટીને ૧૪૪૪૮૪૬૫.૬૯ કરોડ થઇ ગઇ હતી. માર્કેટ મૂડીમાં ૭૨૫૪૦૧.૩૧ કરોડનો ઘટાડો થયો હતો. સેંસેક્સમાં વર્ષ ૨૦૧૮માં ૫.૯૧ ટકાનો ઉછાળો આવ્યો હતો. જ્યારે સેંસેક્સમાં ૫.૯૧ ટકાનો સુધારો આવ્યો હતો જ્યારે નિફ્ટીમાં ૩.૧૫ ટકાનો ઉછાળો રહ્યો હતો.
સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં આ વર્ષ દરમિયાન ૬.૩૫ ટકાનો ઉછાળો આવ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૧૩.૩૮ ટકાનો ઘટાડો રહ્યો હતો. સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૨૫.૫૩ ટકાનો ઘટાડો રહ્યો હતો. શેરબજારમાં ગઇકાલે બુધવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૨૩૨ પોઇન્ટ ઉછળીને ૩૬૨૧૩ની ઉંચી સપાટીએ રકહ્યો હતો. નિફ્ટી ૫૩ પોઇન્ટ ઉછળીને ૧૦૮૫૫ની ઉંચી સપાટીએ રહ્યો હતો.

Related posts

બિકાનેર જમીન કાંડ : વાઢેરા વધુ મુશ્કેલીમાં મુકાઈ શકે છે

aapnugujarat

खादी के जरिए १ करोड़ युवा को रोजगार देगी योगी सरकार

aapnugujarat

गांधी परिवार है कश्मीर समस्या के लिए दोषीः स्मृति ईरानी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1