Aapnu Gujarat
બિઝનેસ

અનિલ અંબાણીની આરકોમ નાદાર જાહેર થશે, ૫૦ હજાર કરોડનું દેવું

અનિલ અંબાણીની ટેલીકોમ કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન ૫૦ હજાર કરોડ રૂપિયાના દેવામાં ડૂબાયેલી છે. ત્યારે આરકોમ વિરુદ્ધ નાદારીની કાર્યવાહી ઔપચારિક રીતે શરૂ થઈ છે. મહત્વનું છે કે નાદારીની કાર્યવાહી દરમિયાન રિઝોલ્યુશન પ્રોફેશનલ જ કંપનીના કામકાજ પર નજર રાખે છે.અનિલ અંબાણીની આરકોમ પર ૩૧ બેંકોના લગભગ ૫૦ હજાર કરોડ રૂપિયાનું દેવુ છે. આરકોમે સૌથી વધુ લોન એસબીઆઈ પાસેથી લીધી છે. રિલાયન્સે રિઝોલ્યુશન પ્રોફેશનલની પસંદગી કરવા માટે ત્રીજી મેએ બેઠક પણ કરી હતી. એનસીએલટીની મુંબઈ બેંચમાં આગળની સુનાવણી ૩૦ મેએ થશે.દેવામાં ડૂબાયેલા આરકોમનું ઓપરેશન બે વર્ષ પહેલા જ બંધ થઈ ગયું હતું.
અનિલ અંબાણી ઈચ્છતા હતા કે સ્પેક્ટ્રમ અને બીજી મિલકતો પોતાના ભાઈ મુકેશ અંબાણીની રિલાયન્સ જીઓને વેચશે. પરંતુ તે સોદો રદ થઈ ગયો હતો. લોન આપનારી બેંકોએ નવા રિઝોલ્યુશન પ્રોફેશનલ નિયુક્ત કરવા માટે નાદરી કોર્ટ એનસીએલટીમાં અરજી કરી છે.

Related posts

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ચર્ચા હાથ ધરાશે

aapnugujarat

जीएसटी का सरलीकरण किया जाय : कैट

aapnugujarat

ડભોઇ – શિનોર પંથકમા એફએમસીજી પ્રોડક્ટ બનાવતી ઓકટોપસ કેર કંપની દ્વારા નવા યુનિટનું ઉદ્‌ઘાટન

editor

Leave a Comment

UA-96247877-1