Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સમાં વધુ ૩૨૪ પોઇન્ટનો ઘટાડો

શેરબજારમાં આજે છેલ્લા કલાકમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૩૨૪ પોઇન્ટ ઘટીને ૩૮૨૭૭ની નીચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૨૦૦ પોઇન્ટ ઘટીને ૧૧૪૯૮ની નીચી સપાટી પર રહ્યો હતો. આજે કારોબાર દરમિયાન જોરદાર વેચવાલી રહેતા કારોબારી નિરાશ થયા હતા. રોકાણકારો એકાએક વેચવાલી પર ઉતરી ગયા હતા. આજે સતત બીજા દિવસે શેરબજારમાં મંદી રહી હતી. બેંકો તેમજ ઇન્ડસ્ટ્રીઝ હેવીવેઇટ શેરમાં વેચવાલી જામી હતી. આઇટીસી, તાતા મોટર્સ, આઇઓસી તેમજ અન્ય શેરમાં વેચવાલી રહી હતી. બીએસઇમાં કુલ ૩૦ શેરમાં પૈકી માત્ર સાત શેરમાં તેજી રહી હત. બાકીના તમામ શેરમાં મંદી રહી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો એકમાત્ર નિફ્ટી આઇટી ઇન્ડેક્સમાં તેજી રહી હતી. નિફ્ટી મિડિયા ઇન્ડેક્સમાં સૌથી વધારે ઘટાડો ૨.૭૪ ટકાનો રહ્યો હતો. બુધવારના દિવસે ટાઈટન કંપની અને ધનલક્ષ્મી બેંકના પરિણામ જાહેર કરાશે. ગુરૂવારે એચસીએલટેક અને અપોલો ટાયરના પરિણામ જાહેર કરાશે. શુક્રવારના દિવસે મૂડીરોકાણકારો દ્વારા ઈન્ડસ્ટ્રીયલ આઉટપુટના આંકડા જારી કરવામાં આવશે. ફેબ્રુઆરી મહિનામાં આ આંકડો ૨૦ મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો. મેન્યુફેકચરીંગ સેકટરમાં સીધી અસર જોવા મળી રહી છે. શુક્રવારના દિવસે બ્રેન્ટ ક્રુડની કિંમત બેરલદીઠ ૭૦.૮૫ ડોલર પર રહી હતી. યુએસ ક્રુડની કિંમત ત્રણ ટકા સુધી ઘટી ચુકી છે. વિદેશી ફંડ પ્રવાહની વાત કરવામાં આવે તો ૩ મહિનામાં ૭૨૩૯૪ કરોડ ઠાલવી દેવામાં આવ્યા છે. એપ્રિલ મહિનામાં મૂડી પ્રવાનો આંકડો ૨૧૧૯૩ કરોડ રૂપિયાનો રહ્યો છે. નવા કારોબારી સેશનમાં રહેનાર છે તેમાં અમેરિકા અને ચીન વચ્ચેની વેપાર મંત્રણાનો સમાવેશ થાય છે. ચીની પ્રતિનિધિમંડળ બુધવારના દિવસે અમેરિકા પહોંચશે અને સૂચિત વેપાર સમજૂતિ ઉપર ચર્ચા કરશે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કહી ચુક્યા છે કે ચીન સાથેની વેપાર મંત્રણા ખૂબ સારી રીતે આગળ વધી રહી છે. વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ દ્વારા કહેવામાં આવી ચુક્યું છે કે બેજિંગ સાથે વેપાર વિવાદને ટૂંકમાં જ ઉકેલી લેવામાં આવશે. આગામી બે સપ્તાહની અંદર જ યોગ્ય નિકાલ સમસ્યાનો કરાશે. શેરબજારમાં ગઇકાલે જોરદાર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. સોમવારના દિવસે કારોબારના અંતે સેન્સેક્સ ૩૬૩ પોઈન્ટ ઘટીને ૩૮૬૦૦ની નીચી સપાટીએ રહ્યો હતો. સર્વિસ સેકટરમાં સાત મહિનામાં સૌથી ધીમી ગતિ જોવા મળી છે કારણ કે કેટલાક બિઝનેસ નિર્ણયો મોકુફ રાખવામાં આવ્યા છે. શેર બજારમાં હાલમાં મંદી દેખાઈ રહી છે.

Related posts

સેન્સેક્સ ૭૦૦ અંક ઉછળ્યો

editor

भारतीय अर्थव्यवस्था में तेजी से विकास करने की क्षमता : दुनियाबिजनेस बिल गेट्स

aapnugujarat

વડાપ્રધાનના ઈશારે સીબીઆઈના અધિકારીઓને હટાવ્યા : શૌરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1