Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

નીરવ મોદીની જામીન અરજી લંડન કોર્ટે રદ કરી, ૨૪મીએ સુનાવણી

ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને લંડનની વેસ્ટમિસ્ટર કોર્ટથી રાહત મળી નથી. કોર્ટે એકવાર ફરીથી તેમની જામીન અરજી રદ કરી છે. કોર્ટમાં નીરવ મોદીના વકીલ હાજર રહ્યા હતા પરંતુ તે પોતે વીડિયો કોન્ફરસિંગ દ્વારા કોર્ટમાં રજૂ થયો હતો. આ અગાઉ કોર્ટે ગયા મહિને પણ તેમની જામીન અરજી રદ કરી હતી અને ૨૬મી એપ્રિલ સુધી જેલ મોકલીને આગામી સુનાવણીની તારીખ આ દિવસ માટે ટાળી હતી. હવે આ કેસની સુનાવણી ૨૪મી મેએ થશે.નીરવ મોદીને ગયા મહિને ૨૯મી માર્ચે વેસ્ટમિસ્ટર કોર્ટમાં રજૂ કરાયો હતો.
નીરવ મોદી તરફથી વકીલ આનંદ દૂબેએ કોર્ટમાં પક્ષ રાખ્યો પરંતુ કોર્ટથી કોઈ રાહત મળી ન હતી. પછી કેસની સુનાવણી કરતી વખતે જજે નીરવ મોદીને શરતી જામીન આપવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે બેંકને ખૂબ નુકસાન થયું છે. પુરાવાઓનો નષ્ટ કરવામાં આવ્યા છે. નીરવ મોદી જાન્યુઆરી ૨૦૧૮થી બ્રિટનમાં છે. સપોર્ટ રદ થયા પછી નીરવ મોદીએ પ્રવાસ કર્યો નથી.આ અગાઉ મુંબઈમાં નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસીની ૧૩માંથી ૧૨ લકઝરી કારની ઓનલાઇન હરાજી થઈ હતી જેની આશરે ૩.૨૯ કરોડની હરાજી થઇ હતી. આ હરાજી મેટલ એન્ડ સ્ક્રેપ ટ્રેડિંગ કોર્પોરેશન (એમએસટીસી) દ્વારા કરવામાં આવી હતી. આ હરાજી ઇડી દ્વારા કરવામાં આવી હતી જેણે ગયા વર્ષે આ કારોને મોદી અને ચોકસી પાસેથી જપ્ત કરી હતી. આ હરાજી કારમાં નીરવ મોદીની ૧૧ અને મેહુલ ચોક્સીની બે કાર સામેલ હતી.હરાજી કરવામાં આવેલી ગાડીઓમાંથી એક સિલ્વર રંગની રોલ્સ રોયસ (રિઝર્વ કિંમત ૧.૩૩ કરોડ રૂપિયા), એક પોર્શે (રિઝર્વ કિંમત ૫૪.૬ લાખ રૂપિયા), એક લાલ રંગની મર્સીડીઝ બેંઝ (રિઝર્વ ભાવ ૧૪ લાખ રૂપિયા), એક સફેદ રંગની મર્સીડીઝ બેંઝ (રિઝર્વ કિંમત ૩૭.૮ લાખ રૂપિયા) અને એક બીએમડબલ્યુ (રિઝર્વ કિંમત ૯.૮ લાખ રૂપિયા)નો સમાવેશ થાય છે. જે લોકોએ હરાજીમાં ભાગ લીધો હતો તેમને એક પ્રી-બિડ એમાઉન્ટ જમા કરાવવાની હતી. જે નિષ્ફળ રહેશે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થશે પછી બિડ અમઉન્ટ સ્‌જીઝ્ર દ્વારા પરત મળશે.અગાઉ નીરવ મોદીના પેઇંટિંગ્સની પણ હરાજી થઇ હતી. ઇડીએ ૨૨મી ફેબ્રુઆરીએ નીરવ મોદીના ૧૦૦ કરોડ રૂપિયાથી વધુના શેર, જમા અને લકઝરી કાર ફ્રીઝ કરી છે. નીરવ મોદી અને મેહુલ ચોકસીએ પંજાબ નેશનલ બેન્કમાં લગભગ ૧૩,૫૭૦ કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે.

Related posts

વિપક્ષ સાથે મોદીનું વર્તન પાક. પીએમ જેવું રહ્યું છે : કેજરીવાલ

aapnugujarat

2 Earthquakes of 4.8 magnitude in Satara district of Maharashtra

aapnugujarat

કર્ણાટક : પ્રથમ બજેટમાં જ ખેડૂતોની લોન માફી કરાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1