Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કર્ણાટક : પ્રથમ બજેટમાં જ ખેડૂતોની લોન માફી કરાઈ

કેટલાક દિવસની ખેંચતાણ અને લાંબી કાયદાકીય ગુંચ બાદ કર્ણાટકમાં આખરે રચવામાં આવેલી કોંગ્રેસ અને જનતા દળ (એસ)ની ગઠબંધન સરકારના મુખ્યપ્રધાન એચડી કુમારસ્વામીએ વિધાનસભામાં આજે પ્રથમ બજેટ રજ કર્યુ હતુ. જેમાં કુમારસ્વામીએ ધારણા પ્રમાણે જ ખેડુતોને લોન માફીની જાહેરાત કરી હતી. રાજ્ય વિધાનસભામાં વર્ષ ૨૦૧૮-૧૯ માટેનુ બજેટ રજૂ કરતી વેળા કુમારસ્વામીએ કેટલીક લોકલક્ષી જાહેરાત કરી હતી. આશાઓને પૂર્ણ કરીને કુમારસ્વામીએ બજેટમાં ચૂંટણી વચનને કેટલાક અંશે પૂર્ણ કર્યા હતા. કુમારસ્વામીએ બે લાખ રૂપિયા અને તેનાથી ઓછી લોન લેનાર ખેડૂતોની લોન માફીની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ લોન માફી માટે ૩૪૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણીની જાહેરાત કરી છે. અલબત્ત આ રાહતની સાથે કઠોળ, ડીઝલ અને વિજળીની કિંમત વધવાથી સામાન્ય પ્રજા માટે ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. કુમારસ્વામીએ ૨૧૩૭૩૪ કરોડ રૂપિયાના બજેટની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે તેઓ સિદ્ધારમૈયા સરકારની તમામ યોજનાઓને જારી રાખશે. એગ્રીકલ્ચર સેક્ટર અને સર્વિસ ઉપર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરાયું છે. વર્ષ ૨૦૧૬-૧૭માં વૃદ્ધિદર ૭.૫ ટકા હતો જે વર્ષ ૨૦૧૭-૧૮માં વધીને ૮.૫ ટકા થઇ ગયો છે. સરકારની પ્રાથમિકતા ખેડૂતો માટે લોન માફી માટે સંશાધનો એકત્રિત કરવા ઉપર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું છે કે, ચૂંટણી ઘોષણાપત્રમાં આપવામાં આવેલા તમામ વચનોને પૂર્ણ કરવા માટે સરકાર કટિબદ્ધ છે. ખેડૂતોને નવી લોન લેવામાં મદદ કરવા માટે સરકાર ડિફોલ્ટિંગ એકાઉન્ટની એરિયર ખતમ કરશે જેનાની ક્લીયરન્સ સર્ટિફિકેટ સરળતાથી મળી શકશે. આના માટે ૬૫૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં ૩૧મી ડિસેમ્બર ૨૦૧૭ સુધી લેવામાં આવેલી લોન માફ કરવામાં આવશે. જે ખેડૂતોએ નક્કી કરાયેલી સમય મર્યાદાની અંદર લોનની ફેર ચુકવણી કરી છે તેમને પ્રોત્સાહનના ભાગરુપે ચુકવવામાં આવેલી રકમ ઉપર ૨૫૦૦૦ રૂપિયા જે ઘટાડવામાં આવી છે તે પરત કરશે. પહેલાથી જ મુશ્કેલીમાં ચાલી રહેલી યોજનાઓની સાથે સાથે નવી યોજનાઓની સાથે સરકાર સંતુલન કઇ રીતે બેસાડશે તેમાં તપાસ ચાલી રહી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન કો-ઓપરેટિવ અને રાષ્ટ્રીયકૃત બેંકો માટે તમામ લોન સત્તામાં આવ્યા બાદ ૨૪ કલાક બાદ માફ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સરકારે એક બાજુ ખેડૂતોની લોન માફી કરીને ખેડૂતોને ખુશ કરવાના પ્રયાસ કર્યા છે. બીજી બાજુ પેટ્રોલ અને ડિઝલ તથા વિજળીની કિંમતો વધારીને તેમને થનાર ફાયદા ઉપર પ્રશ્નો ઉઠાવ્યા છે. બજેટમાં પેટ્રોલ ટેક્સમાં ૩૦ ટકાથી ૩૨ ટકા, ડિઝલ પર ૧૯થી ૨૧ ટકા વધારો કર્યો છે. પેટ્રોલની કિંમતમાં લીટરદીઠ ૧.૧૪ રૂપિયા, ડિઝલની કિંમતમાં ૧.૧૨ રૂપિયા અને વિજળીના દરમાં ૨૦ પૈસાનો વધારો કરી દેવામાં આવ્યો છે. લોન માફીના મુદ્દે રાહુલે ગઇકાલે જ કહ્યું હતું કે, ખેડૂતોને ફાયદો થશે.

સિદ્ધારમૈયાએ બજેટ બાદ નારાજગી વ્યક્ત કરી
કર્ણાટકમાં પૂર્ણ બજેટને લઇને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ નારાજગી વ્યક્ત કરી છે. સિદ્ધારમૈયા ભારે નાખુશ દેખાઈ રહ્યા છે. તેમના કહેવા મુજબ સરકારને પૂર્ણ બજેટ રજૂ કરવાની જરૂર ન હતી. કારણ કે મોટાભાગની યોજનાઓને જારી રાખવાની જરૂર હતી. રાહુલ ગાંધીએ હજુ સુધી બજેટ અંગે કોઇ પ્રતિક્રિયા આપી નથી પરંતુ રાહુલે ગઈકાલે જ ટિ્‌વટ કરીને કહ્યું હતું કે, કર્ણાટકના લોકોને કૃષિ લોન માફીથી રાહત થશે. ખેડૂતો માટે આશાના કિરણ સમાન આ બજેટ રહ્યું છે. કર્ણાટકમાં બજેટના એક દિવસ પહેલા રાહુલે કહ્યું હતું કે, અમારી કોંગ્રેસ અને જેડીએસની સરકાર ચોક્કસપણે કૃષિ લોન માફ કરશે અને કૃષિને વધારે લાભદાયી બનાવશે. બીજી બાજુ કોંગ્રેસના સિદ્ધારમૈયા બજેટને લઇને નાખુશ દેખાઈ રહ્યા છે.

Related posts

અંબાણી, માલ્યા અને નીરવને કરોડો, જ્યારે દેશના ખેડૂતોને સાડા ત્રણ રૂપિયા : રાહુલ ગાંધી

aapnugujarat

મોનસૂન સત્રમાં ત્રણ તલાક,ઓબીસી,દુષ્કર્મને આકરી સજા અંગેના બિલ પસાર કરવા સરકાર સજ્જ

aapnugujarat

ડુંગળીની કિંમતોમાં ટુંકમાં જ ઘટાડો થવાના સ્પષ્ટ એંધાણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1