Aapnu Gujarat
ગુજરાત

ઝરવાણી ધોધને પ્રવાસન સ્થળ બનાવાશે

સરદાર સરોવર ડેમ નજીક કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ હવે આસપાસમાં આવેલા પ્રવાસન સ્થળોનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે. કેવડીયા બાદ હવે ઝરવાણી ધોધ ખાતે પ્રવાસીઓ માટે વિવિધ આર્કષણો ઊભા કરવામાં આવશે.
નર્મદા જિલ્લામાં પ્રવાસનને વેગ આપવા હવે વન વિભાગ દ્વારા એક નવું આકર્ષણ ઉભું કરવામાં આવી રહ્યું છે. કેવડીયાથી નજીકમાં ઝરવાણી ધોધ આવેલો છે. ત્યાં સહેલાણીઓની સતત અવરજવર રહેતી હોય છે. કેવડીયામાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. તેવામાં ઝરવાણી ધોધને પણ હવે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. અહીં ખાસ કરીને મુખ્ય રસ્તા, ચેકડેમો,ફૂડ કોર્ટ,સ્વદેશી બનાવટની વસ્તુઓના સ્ટોલ, સ્પા, પેરા ગલાઈડિંગ, બનજી જંપિંગ, રોક કલાઇમ્બીંગ, હાઈ જંપ, ઝીપ લાઈન સહિતના આકર્ષણો ઉભા કરાશે. જે આગામી ૧૫ જૂન પહેલા પ્રવાસીઓને તમામ સવલતો પુરી પાડી દેવાનું આયોજન કરાયું છે.

Related posts

રખડતા ઢોરોની સમસ્યા હલ કરવા નવી કવાયત શરૂ થઇ

aapnugujarat

રાજ્યમાં સગર્ભા મહિલાઓને મહિનાના છેલ્લા અઠવાડિયામાં રસી અપાશે

editor

दधीची ऋषि रिवरब्रिज की फूटपाथ खतरनाक बन गई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1