Aapnu Gujarat
Uncategorized

પાણીના અભાવે કેરીનો પાક નિષ્ફળ જતા ખેડૂતો બેહાલ

રાજુલા- જાફરાબાદ પંથકમાં આશરે એક લાખ ઉપરાંત આંબાનું ખેડૂતો વર્ષોથી વાવેતર કરે છે. પરંતુ આ વર્ષે સ્થિતિ ભયાનક ઉભી થઇ છે. રાજુલા તાલુકાના વડ, ઉચૈયા, ધારાનાનેસ, હિંડોરણા, જાફરાબાદ તાલુકાના નાગેશ્રી, ચૌત્રા વિસ્તારમાં આંબાના બગીચા આવેલા છે. અહીં મોટા પ્રમાણમા કેરીનો પાક નિષ્ફળ ગયો છે. સૌથી વધારે વડ, ધારાનાનેસ, ઉચૈયામા આંબાનુ વાવેતર ખેડૂતો મોટા પ્રમાણમાં કરે છે અને ગુજરાત સૌરાષ્ટ્ર સહિત અહીંથી કેરીઓ જાય છે. પરંતુ અહીંના સ્થાનિક ખેડૂતોના જણાવ્યા પ્રમાણે સિંચાઇના સ્ત્રોત ખાલી થયા છે અને પાણીનો સૌથી મોટો ગંભીર પ્રશ્ન હોવાને કારણે અને આ વર્ષે કુદરતી વાતાવરણમાં ફેરફારના કારણે રોગ જેવું વાતાવરણ થવાથી કેરીઓ આવે છે અને સીધી નીચે ખરી જાય છે. તો કેટલીક જગ્યાએ આંબામાં મોર આવતાની સાથે જ સુકાઇ જાય છે જેના કારણે મોટાભાગે પાક નિષ્ફળ જવાના કારણે આ પંથકના ખેડૂતોને મોટુ આર્થિક નુકશાન વેઠવું પડી રહ્યું છે. હાલમાંકેરીના ભાવ આસમાને આંબી ગયા છે. રૂ. ૧૮૦૦થી ૨૫૦૦ સુધી ૧ મણ કેરીનો ભાવ છે. વેપારી સહિત ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાજ્ય સરકાર સર્વે કરાવી કેરીના બગીચા રાખનાર ખેડૂતોને પેકેજ જાહેર કરે તો ખેડૂતો બચી શકે તેમ છે. રાજુલા જાફરાબાદ પંથકના લોકોને કેરીઓ પૂરતી મળતી હતી. પરંતુ આ વર્ષે કેરીઓ ગોતવી મુશ્કેલ છે. અને ભાવ પણ આસમાને આંબી ગયા છે. એટલે લોકોને કેરી ખાવી મોંઘી થઇ પડશે.

Related posts

पंजाब में रेल रोको आंदोलन के चलते खड़ा हुआ बिजली का गंभीर संकट

editor

ભાજપમાં નારાજ લોકો માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે : હાર્દિક

aapnugujarat

રાજકોટમાં ફ્રૂટના ધંધામાં માથાકૂટ, પિતા-પુત્રને રહેંસી નખાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1