Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૨૦૨૪ સુધી વડાપ્રધાન પદ માટે કોઇ જગ્યા નથી : ગિરિરાજસિંહ

લોકસભા ઈલેક્શન ૨૦૧૯માં નેતાઓની વચ્ચે આરોપ -પ્રત્યારોપનો સીલસીલો યથાવત છે. ત્યારે કેન્દ્રિય મંત્રી અને બેગૂસરાય સીટથી બીજેપીનાં ઉમેદવાર ગિરિરાજસિંહે શત્રુઘ્ન સિન્હા અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પર હુમલો કર્યો છે. શત્રુઘ્ન સિન્હા પર પ્રહાર કરતાં ગિરિરાજ સિંહે કહ્યુ હતું કે, અખિલેશ યાદવ તો પહેલાં જ પોતાને પીએમની રેસમાંથી હટાવી ચૂક્યા છે. તેથી તેઓ તેમના ફોઈને લઈને આવ્યા છે. અને તેમને ખબર જ છે કે, ૨૦૨૪ સુધી પીએમ પદ માટે કોઈ વેકેન્સી નથી.
શત્રુઘ્ન સિન્હાને શિખામણ આપતાં ગિરિરાજ સિંહે કહ્યુ હતું કે, જે લોકો બન્ને હોડીમાં પગ રાખશે. તેમની સ્થિતી ન ઘરનાં ન ઘાટનાં જેવી થશે. ઉલ્લેખનીય છે કે, શત્રુઘ્ન સિંહા કોંગ્રેસની ટિકિટ પર બિહારની પટના સાહિબ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે પત્ની પૂનમ સીન્હા સમાજવાદી પાર્ટીની ટિકિટ પર લખનઉનાં ઉમેદવાર છે. પીએમ પદને લઈને વિપક્ષી દળો પર પ્રહાર કરતાં ગીરિરાજસિંહે કહ્યું હતું કે, મહાગઠબંધનમાં કોઈ તો સામે આવે જે એવું કહી શકે કે, વિપક્ષના પીએમ પદના ઉમેદવાર આ વ્યક્તિ છે.. આ ગઠબંધન સ્વાર્થ માટે થયુ છે. જે કહી રહ્યુ છે કે, મોદી હટાવો.. મોદી હટાવો.. જ્યારે જનતા કહી રહી છે કે, મોદી લાવો.. મોદી લાવો.
મહત્વનું છે કે બિહારની બેગુસરાય લોકસભા બેઠક પર ચોથા તબક્કામાં મતદાન યોજાશે તેમજ આ સીટ પર આ વખતે ત્રિકોણીય જંગ થવાની શક્યતા છે.

Related posts

મોદીએ સૌથી વધુ સમય બિન કોંગ્રેસી વડાપ્રધાન બનવાનો રેકોર્ડ બનાવ્યો

editor

रवि पुजारी फरार नहीं, अभी भी जेल में : मुंबई पुलिस

aapnugujarat

Telangana can give pristine Buddhist bone relic to Andhra Pradesh

aapnugujarat

Leave a Comment

UA-96247877-1