Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કમૌસમી વરસાદ-વાવાઝોડુ : મોતનો આંકડો વધીને ૬૬ થયો

દેશના જુદા જુદા ભાગોમાં છેલ્લા ૪૮ કલાકમાં ભારે વરસાદ, પ્રચંડ વાવાઝોડા અને આંધી તોફાન સાથે સંબંધિત બનાવોમાં હજુ સુધી ૬૬ લોકોના મોત થઇ ચુક્યા છે. સૌથી વધારે રાજસ્થાનમાં ૨૫થી વધારે લોકોના મોત થયા છે. મધ્યપ્રદેશમાં ૨૧ અને ગુજરાતમાં ૧૦ તેમજ મહારાષ્ટ્‌માં ત્રણ લોકોના મોત થયા છે. બીજી બાજુ વરસાદ, તોફાન અને કરા પડવાની ચેતવણી હજુ પણ અકબંધ રાખવામાં આવી છે જેથી ઘાત સંપૂર્ણપણે ટળી નથી. રાજ્યોમાં પાકને ભારે નુકસાન થયુ છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સર્જાયેલી સ્થિતિ બાદ હજુ પણ ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં આંધી તૂફાન અને વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, બિહાર, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ૬૦થી ૭૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે જોરદાર પવન ફુંકાવવાની સાથે સાથે વરસાદ પડી શકે છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, પૂર્વય રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, દરિયા કાંઠાના કર્ણાટક, તમિળનાડુમાં પણ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. સાથે સાથે પ્રતિ કલાક ૪૦થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ શકે છે. ઉત્તરપ્રદેશ, પંજાબ, બિહાર માટે ચેતવણી પણ જારી કરવામાં આવી છે.
જોરદાર પવનની સાથે વરસાદની શક્યતા છે. વરસાદ, વાવાઝોડા અને તોફાનના કારણે પાકને ભારે નુકસાન થયુ છે. આવી સ્થિતીમાં ખેડુત દ્વારા વળતરની માંગની સાથે સાથે પેકેજ આપવાની માંગ કરવામાં આવી રહી છે. અસરગ્રસ્તો માટે વળતરની જાહેરાત પહેલાથી જ કરવામાં આવી ચુકી છે પરંતુ હજુ વિવાદ રાજ્યો વચ્ચે જારી છે.

Related posts

અરૂણ જેટલી મોનસૂન સત્રમાં ગેરહાજર હશે

aapnugujarat

सरकार पर जनता के भरोसे में भारत पहले नंबर परः रिपोर्ट

aapnugujarat

राजस्थान में 6 वर्षीय मासूम के साथ दुष्कर्म के बाद हत्या

aapnugujarat

Leave a Comment

UA-96247877-1