Aapnu Gujarat
રાષ્ટ્રીય

અરૂણ જેટલી મોનસૂન સત્રમાં ગેરહાજર હશે

કેન્દ્રિય મંત્રી અરૂણ જેટલી સંસદના અતિ મહત્વપૂર્ણ મોનસૂન સેશનમાં હાજરી આપશે નહીં. ૧૮મી જુલાઈથી મોનસૂન સત્રની શરૂઆત થઈ રહી છે. આ મોનસૂન સત્ર ૧૦મી ઓગસ્ટ સુધી ચાલનાર છે. અરૂણ જેટલી તબીબોની સૂચના મુજબ હાલ આરામ ઉપર છે. ૧૪મી મેના દિવસે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એમ્સમાં અરૂણ જેટલીએ કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવી હતી. અરૂણ જેટલી છેલ્લા ઘણા સમયથી રાજકીય રીતે સક્રિય નથી.
અરૂણ જેટલીની ગેરહાજરીમાં ભારતીય જનતા પાર્ટી રાજ્યસભામાં ગૃહના નવા નેતા તરીકે કોઈ અન્યની પસંદગી કરશે. આ પોસ્ટ હાલમાં અરૂણ જેટલી પાસે છે. નાણા મંત્રાલય અને અન્ય મોટી જવાબદારી અરૂણ જેટલી સંભાળી રહ્યા છે પરંતુ તેમની ગેરહાજરીમાં આ મોટી જવાબદારી હાલમાં રેલવે અને કોલસા પ્રધાન પિયુષ ગોયલ દ્વારા સંભાળવવામાં આવી રહી છે.

Related posts

દેશમાં કોરોનાથી થતા મોતના આંકડામાં ઘટાડો

editor

કમળનું બટન દબાઓ, ૧૩ રૂપિયા કિલો ખાંડ લો : સ્મૃતિ ઈરાની

aapnugujarat

રામમંદિર મામલે કાયદો ઘડવા ૫૪૩ સાંસદોને મળશે વીએચપી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1