Aapnu Gujarat
ગુજરાત

શાળા પ્રવેશોત્સવના સમાપન પછી વડોદરા કલેકટરશ્રી અધિકારીઓ સાથે મૂલ્યાંકન અને સમીક્ષા બેઠક યોજશે

જિલ્લા કલેકટર પી.ભારથીએ આગામી શાળા પ્રવેશોત્સવની જેમને જવાબદારી સોંપવામાં આવી છે તેવા તમામ અધિકારીઓ સાથે બેઠક યોજીને, અસરકારક, પરિણામદાયક અને પ્રભાવશાળી કામગીરીની વ્યૂહરચનાનું માર્ગદર્શન આપ્યુ હતું. ઉલ્લેખનીય છે કે અગાઉના ગુણોત્સવમાં જિલ્લાની ૧૭ પ્રાથમિક શાળાઓને ડી અને ૬૭ શાળાઓને સી ગ્રેડ મળ્યો છે. તેના ઉલ્લેખ સાથે તેમણે પ્રત્યેક અધિકારી સોંપાયેલી શાળાનો ગ્રેડ સુધરે અને જે તે વિસ્તારના લાયક ઉંમરના તમામ બાળકોના શાળા પ્રવેશની ખાતરી મળે તેવી કામગીરી કરવાની તાકીદ કરી હતી.

જિલ્લા કલેકટરશ્રીએ સંકેત આપ્યો હતો કે શાળા પ્રવેશોત્સવના સમાપન પછી તમામ અધિકારીઓ સાથે બેઠક યોજીને, પ્રવેશોત્સવમાં તેમણે કરેલી કામગીરીનું સર્વગ્રાહી મૂલ્યાંકન અને સમીક્ષા કરવામાં આવશે. શાળા પ્રવેશોત્સવની જવાબદારી સંપૂર્ણ નિષ્ઠા સાથે અદા કરવા ખાસ તાકીદ કરતાં તેમણે જણાવ્યુ હતું કે, આ કામને જવાબદારી નહીં પણ ભાવિ પેઢીનું ભવિષ્ય સુધારવાની ફરજ ગણીને યોગ્ય ન્યાય આપજો. તેમણે પ્રાથમિક શાળાઓની સુધારણા અને ભૌતિક સુવિધાઓના સંવર્ધનમાં સમાજ અને વાલીઓની સહભાગીદારી વધે તેવા પ્રયત્નો કરવાની ખાસ ભલામણ કરી હતી.

યાદ રહે કે વડોદરા જિલ્લામાં જુન મહિનામાં તા.૮ થી ૧૦ દરમિયાન ગ્રામીણ શાળાઓમાં અને તા.૨૨ થી ૨૪ દરમિયાન શહેરી શાળાઓમાં પ્રવેશ સહ કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. વડોદરા જિલ્લામાં તેની પૂર્વ તૈયારીઓ અંતિમ તબક્કામાં પ્રવેશી છે.

ઉલ્લેખનીય છે કે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૧૭ હેઠળ વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિએ શાળા પ્રવેશને લાયક ઉંમરના ૭૪૭૨ કુમારો અને ૭૨૯૨ કન્યાઓ મળીને કુલ ૧૪૭૬૪ બાળકોના નામાંકન અને શાળા પ્રવેશનું આયોજન કર્યુ છે. આ ઉપરાંત સ્ત્રી સાક્ષરતા દર ૫૦ ટકા કરતાં ઓછો હોય તેવા ગ્રામ વિસ્તારોની ૨૯૧ અને શહેરી વિસ્તારમાં BPL પરિવારોની ૮૧ કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડસ પ્રદાન કરીને, શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. એમ.એન.પટેલે જણાવ્યુ છે.

Related posts

દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં બાર ખોલવાની પરવાનગી આપવામાં આવી

editor

CID arrests 5, files FIR against 8 in 134 cr GMB scam

aapnugujarat

तापी नदी लबालब, वराछा और कापोद्रा के ओवारा पानी में डूबा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1