Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

યોગીએ પ્રચારબંધીનો તોડ કાઢ્યોઃ મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા

લોકસભા ચૂંટણી માટેના પ્રચાર દરમિયાન સતત વધતાં જતાં બેફામ વિવાદિત નિવેદનો વચ્ચે ચૂંટણીપંચે કડક વલણ અપનાવ્યું છે અને કોરડો વિંઝ્યો છે. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને બહુજન સમાજ પાર્ટી (બસપા)નાં પ્રમુખ માયાવતી સહિતના કેટલાક દિગ્ગજ નેતાઓ પર ચૂંટણીપંચે ચૂંટણી પ્રચાર કરવા પર ૭ર કલાકનો પ્રતિબંધ લાદી દીધો છે.
યોગી આદિત્યનાથે ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવેલી આ પ્રચારબંધીનો અનોખો તોડ શોધી કાઢ્યો છે. તેમણે હવે લખનૌના પ્રસિદ્ધ બજરંગ સેતુ મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. અલી-બજરંગબલિના વિવાદ વચ્ચે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ આજે લખનૌના સુપ્રસિદ્ધ હનુમાન સેતુ મંદિરમાં દર્શન કરવા પહોંચી ગયા હતા અને પૂજા-અર્ચના કર્યા બાદ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા.
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ આજે સવારે ૮.૩૦ કલાકે બજરંગ સેતુ મંદિર પહોંચ્યા હતા, જ્યાં કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ પણ પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે ચૂંટણીપંચે યોગીના ભાષણ આપવા પર પ્રતિબંધ લગાવ્યો છે અને આ પ્રતિબંધમાં તેમને મંદિરમાં જવા સામે કોઈ રોક લગાવવામાં આવી નથી.વિવાદિત નિવેદનોના કારણે ચૂંટણીપંચની નોટિસ મળ્યા બાદ યોગી આદિત્યનાથે પોતાની વાત સ્પષ્ટ કરી છે. પંચને મોકલેલા જવાબમાં યોગીએ જણાવ્યું છે કે બજરંગબલીમાં મારી અતૂટ આસ્થા છે અને કોઈને ખરાબ કે ખોટું લાગશે કે કોઈ અજ્ઞાનતાના કારણે અસુરક્ષા અનુભવે એવા ડરથી હું મારી આ આસ્થાને છોડી શકું નહીં. યોગીએ આ સાથે એમ પણ કહ્યું કે તેમણે છદ્મ ધર્મનિરપેક્ષતાને ઉજાગર કરી હતી. દરેક નાગરિકને ધર્મ અને આસ્થાની સ્વતંત્રતા છે.ગયા ગુરુવારે ચૂંટણીપંચે યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને બસપાનાં સુપ્રીમો માયાવતી પાસે તેમનાં વિવાદિત નિવેદનો પર નોટિસ મોકલીને ખુલાસો માગ્યો હતો. ચૂંટણીપંચે કડક કાર્યવાહી કરતાં યોગીના ચૂંટણીપ્રચાર પર ૭ર કલાક અને માયાવતીના પ્રચાર પર ૪૮ કલાકનો પ્રતિબંધ લાદી દીધો હતો.

Related posts

કોંગ્રેસ યુપીમાં એકલા હાથે લડશે ચૂંટણી

editor

ડીબીટીના કારણે સરકારે ત્રણ વર્ષમાં બચાવ્યા ૫૦,૦૦૦ કરોડ : અમિત શાહ

aapnugujarat

કોંગ્રેસ નેતા આનંદ શર્માએ કરી વડાપ્રધાન મોદીની પ્રશંસા

editor

Leave a Comment

UA-96247877-1