Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ડીબીટીના કારણે સરકારે ત્રણ વર્ષમાં બચાવ્યા ૫૦,૦૦૦ કરોડ : અમિત શાહ

બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું છે કે ડીબીટી કાર્યક્રમ મારફતે સરકારે ગયા ત્રણ વર્ષમાં ૫૦,૦૦૦ કરોડ રૂ.ની બચત કરી છે. આ કાર્યક્રમ અંતર્ગત ૩૨ કરોડ જરૂરિયાતમંદ લોકોને બેંકના ખાતા મારફતે તેમની રકમ ટ્રાન્સફર કરીને આપવામાં આવી છે.અમિત શાહે કહ્યું છે કે આધાર સાથે જોડાયેલી ડીબીટી યોજનાથી ખામી દૂર કરવામાં મદદ મળી છે. આના કારણે વચેટિયાઓની વ્યવસ્થાનો છેદ ઉડાવી દેવાયો છે અને ભૂતિયા લાભાર્થીઓને હટાવી દેવાયા છે. અમિતા શાહે કહ્યું છે કે ૩૨ કરોડ લોકોને તેમના બેંક એકાઉન્ટમાં સબસિડીનો સીધો લાભ આપવામાં આવ્યો છે. આનાથી સરકારને ગયા ત્રણ વર્ષમાં ૫૦,૦૦૦ કરોડ રૂ.ની બચત થઈ છે.
મોદી સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કરીને અમિત શાહે કહ્યું છે કે ‘આર્થિક મોરચે બીજેપીના વડપણવાળી સરકારનું પ્રદર્શન સારું રહ્યું છે.
આપણે ભારતમાં સૌથી ઝડપી ગતિથી વિકસી રહેલી અર્થવ્યવસ્થા છીએ અને મોંઘવારી ઘણી હદ સુધી કાબૂમાં છે. નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭માં સરકારે સૌથી વધારે ગેસ કનેક્શન, સૌથી વધારે રાષ્ટ્રીય રાજમાર્ગ અને સડકોનું નિર્માણ તેમજ વિદેશી મુદ્રા ભંડારનું ઉચ્ચતમ સ્તર જેવી અનેક સિદ્ધિઓ મેળવી છે.’
અમિત શાહે નિવેદન આપ્યું છે કે હાલમાં દરેક વ્યક્તિની આવક ૧૦,૦૦૦ રૂ.થી વધીને એક લાખ રૂ.ના આંકડાને પાર કરીને ૧.૦૩ લાખ રૂ. સુધી પહોંચી ગઈ છે. આ સિવાય અંધકારમાં ડૂબેલા ૧૩,૫૦૦ ગામોને વીજળી આપી દેવામાં આવી છે અને અમારું લક્ષ્ય ૧૮,૪૫૬ ગામોને વીજળી આપવાનું છે. આ સિવાય પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત ૭.૪૫ કરોડ ઉદ્યમીઓને બેંક લોન આપવામાં આવી છે.

Related posts

बाढ़ प्रभावितों को रिकॉर्ड समय में पुनर्वास सुनिश्चित करेंगे : सीएम फडणवीस

aapnugujarat

महाराष्ट्र हिंसा : जानिए कौन हैं मास्टरमाइंड गुरुजी-मिलिंद

aapnugujarat

दिल्ली से अलकायदा का संदिग्ध आतंकी गिरफ्तार हुआ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1