Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વાંધાનજક ભાષણ સામે ચૂંટણી પંચની કામગીરીથી સુપ્રીમ કોર્ટ સંતુષ્ટ

લોકસભા ચૂંટણી પ્રચારમાં વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ચૂંટણી પંચની કામગીરી પર સુપ્રીમ કોર્ટે સંતોષ વ્યક્ત કર્યો હતો. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ જણાવ્યું કે લાગે છે કે, ચૂંટણી પંચને તેમની શક્તિઓ પરત મળી ગઈ છે. સુપ્રીમ કોર્ટે સોમવારે ચૂંટણી પંચને ટપારતા વાંધાનજક ભાષણ કરનારા નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
જો કે ચૂંટણી પંચે એવી દલીલ રજૂ કરી હતી કે તે ફક્ત નોટિસ પાઠવી શકે છે. જેના આધારે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે લાગે છે કે પંચની શક્તિઓવીહિન બની ગયું છે.
સુપ્રીમ કોર્ટે શારજાહ (યુએઈ)ની એક એનઆરઆઈ યોગા શિક્ષિકા મનસુખાનીની અરજી પર સુનાવણી કરી હતી. આ અરજીમાં વાંધાજનક ભાષણ કરનારા નેતાઓ (જે ચૂંટણી પ્રચાર દરમિયાન જાતિ-ધર્મના આધારે ટિપ્પણી કરી રહ્યા છે) વિરુદ્ધ કડક પગલાંની માગણી કરાઈ હતી.કેસની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ ઉત્તરપ્રદેશના નેતાઓ દ્વારા ધાર્મિક અને વિવાદિત નિવેદનો આપવા અંગે પંચને કાર્યવાહી કરવા અંગે પૂછ્યું તો પંચે જણાવ્યું કે અમે આવા કિસ્સામાં ફક્ત નોટિસ મોકલીને જવાબ માગી શકીએ છીએ. જેનાથી નારાજ બેંચે જણાવ્યું હતું કે શું તમે એમ કહેવા માંગો છો કે તમે સત્તાહિન છો.સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ ચૂંટણી પંચે સોમવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બસપા સુપ્રીમો માયાવતી વિરુદ્ધ ૪૮ કલાક અને ૭૨ કલાક સુધી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લાદ્યો હતો. થોડા જ કલાકો બાદ ચૂંટણી પંચે ભાજપના મેનકા ગાંધી અને સપાના નેતા આઝમ ખાનને પણ ૪૮ અને ૭૨ કલાક સુધી ચૂંટણી પ્રચાર નહીં કરવા આદેશ આપ્યો હતો.

Related posts

કેરળ ચૂંટણી પહેલા ‘સંકટ’માં કોંગ્રેસ

editor

આઈએનએક્સ કેસમાં કાર્તિને જામીન સામે સુપ્રીમમાં અરજી

aapnugujarat

JDU प्रवक्ता का तंज – तेजस्वी के अहंकार ने महागठबंधन को बिखराव के कगार पर पहुंचाया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1