Aapnu Gujarat
બિઝનેસ

ઇલેક્ટ્રોનિક્સની ઓનલાઇન ખરીદી ૫૦-૬૦% વધી

ગ્રાહકોની શોપિંગ પેટર્નમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. અત્યાર સુધી ટીવી, એસી અને માઇક્રોવેવ ઓવન જેવી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓની ખરીદી શોરૂમમાં જઈને કરવામાં માનતા ભારતીય ગ્રાહકો હવે ઇ-કોમર્સ દ્વારા તેની ઓનલાઇન ખરીદી કરતા થયા છે.ગયા વર્ષે ઓફલાઇન સ્ટોરના વેચાણમાં ઘટાડો થયો હતો, પરંતુ ઉદ્યોગને ઓનલાઇન ખરીદીની મદદ મળી હતી. ગ્રાહકો ઇલેક્ટ્રોનિક્સ આઇટમની ઓનલાઇન ખરીદીમાં બેફિકર થતા આ કેટેગરીના કુલ વેચાણમાં ઓનલાઇનનો હિસ્સો ૯-૩૦ ટકા થયો છે.
ગ્રાહકો સ્ટોરમાં જઈને જાત અનુભવ કર્યા વગર ટીવી કે વોશિંગ મશીનની ખરીદી કરશે એવું એક પણ મોટી કંપનીએ વિચાર્યું નહોતું. પરંતુ ટ્રેન્ડ બદલાયો હોવાથી કંપનીઓ પણ આશ્ચર્યચકિત થઈ છે. ગયા વર્ષે ઓનલાઇન વોલ્યુમ સેલ્સમાં અગાઉના વર્ષ કરતાં ૫૦-૬૦ ટકા વૃદ્ધિ થઈ હતી એમ કંપનીઓના એક્ઝિક્યુટિવ્સ જણાવે છે.૨૦૧૮માં ફ્લેટ પેનલ ટીવીના સેલ્સ વોલ્યુમમાં ઓનલાઇન સેલ્સનો હિસ્સો ૨૨ ટકા, કન્વેક્શન માઈક્રોવેવ ઓવનના સેલ્સમાં ૩૦ ટકા, વોશિંગ મશીનમાં ૧૦ ટકા અને એસીના સેલ્સમાં ૯ ટકા હતો એમ જાણવા મળે છે. ફ્રીઝના વેચાણમાં ઓનલાઇન સેલ્સનો હિસ્સો કુલ વેચાણનાં પાંચ ટકા હતો. સ્માર્ટફોનના કુલ સેલ્સ વોલ્યુમમાં ઓનલાઇન સેલ્સનો હિસ્સો ૩૫ ટકા છે. ઉદ્યોગજગતના એક્ઝિક્યુટિવ્સ કહે છે કે, ૨૦૧૭ની સરખામણીએ ૨૦૧૮માં ઓનલાઇન સેલ્સનો હિસ્સો લગભગ બમણો થઈ ગયો હતો, જેના માટે શાઓમી અને થોમ્સન જેવી ટીવી બ્રાન્ડ્‌સે અપનાવેલી આક્રમક ભાવ-વ્યૂહરચના જવાબદાર છે જ્યારે સેમસંગ, બોશ અને સિમેન્સ જેવી બ્રાન્ડ્‌સને કારણે ઓનલાઇન એપ્લાયન્સ સેલ્સ વધ્યું હતું. ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓની ઓનલાઇન ખરીદીથી શરમાતા ગ્રાહકોનો વિશ્વાસ જીતવામાં ટોચની ઇ-કોમર્સ માર્કેટપ્લેસિસને સફળતા મળી છે. આ કંપનીઓએ માર્કેટિંગ માટે જંગી ખર્ચ પણ કર્યો હતો, જેની તોલે ઓફલાઇન રિટેલર આવી શકે નહીં. જોકે, નાનાં શહેરોના ગ્રાહકો હજુ પણ ઓફલાઇન ખરીદીમાં માને છે.થોડાંક વર્ષો પહેલાં ભારતમાં મોડર્ન રિટેલની જે સ્થિતિ હતી તે સ્થિતિ અત્યારે ઓનલાઇનની છે. થોડાં વર્ષો પહેલાં મોડર્ન રિટેલમાં બે આંકડામાં ઊંચો વૃદ્ધિદર હાંસલ થતો હતો, પરંતુ હવે તેમાં સ્થિરતા આવી છે.

Related posts

मैगी के एक बार फिर नमूने फेल : नेस्ले और डिस्ट्रिब्यूटर्स पर ६२ लाख का जुर्माना

aapnugujarat

હલવા વિતરણ પ્રક્રિયા સાથે બજેટ દસ્તાવેજોનું પ્રકાશન શરૂ

aapnugujarat

દેશમાં મેડિકલ ટુરિઝમ ત્રણ અબજ ડોલરને આંબી ગયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1