Aapnu Gujarat
ગુજરાત

ઊંઝા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શાંતાબેન પટેલ ભાજપમાં જોડાયા

ઊંઝા વિધાનસભાની પેટાચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ઊંઝા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાજપમાં જોડાયા છે. શાંતાબેન પટેલ ભાજપમાં જોડાયા છે. શાંતાબેન પટેલ ઊંઝા પેટા ચૂંટણીના ઉમેદવારના હાથે ખેસ પહેરીને તેઓ ભાજપમાં જોડાયા હતા. ત્યારે કોંગ્રેસ માટે આ એક મોટો ઝટકો છે.
ઉલ્લેખનીય છે કે, લોકસભાની તથા પેટાચૂંટણી નજીક આવી રહ્યા છે ત્યારે નેતાઓ દ્વારા પક્ષ પલટો કરવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે. આવી જ એક ઘટના ઉત્તર ગુજરાતના ઊંઝા ખાતે બનવા પામેલ.
ઊંઝા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શાંતાબેન પટેલે પક્ષથી નારાજ થઇને આજરોજ ભાજપમાં જોડાઇ જતાં કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો હતો. શાંતાબહેને પેટા ચૂંટણીના ઉમેદવારના હાથે ભાજપનો ખેસ પહેરીને કેસરિયા કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા કોંગ્રેસના ધારાસભ્ય આશાબહેન પટેલ પણ પક્ષથી નારાજ થયાં હતા અને એકાએક કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દેતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ત્યારે આજરોજ વધુ એક મહિલા કોંગ્રેસી નેતાએ પક્ષને અલવિદા કહેતા રાજકારણમાં ગરમાવો પ્રસરી જવા પામ્યો છે.

Related posts

હાર્દિક પટેલ ચૂંટણી લડી શકશે

aapnugujarat

અમરાઇવાડીમાં ૩૫.૪૬ લાખનો દારૂનો જથ્થો જપ્ત

aapnugujarat

પૈસાના બદલામાં કિશોરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1