Aapnu Gujarat
બિઝનેસ

ટુ-વ્હિલરની માંગમાં સતત પાંચમાં મહિને ઘટાડો

હીરો મોટોકોપઅને હોન્ડા મોટરસાઈકલે નાણાકીય વર્ષ ર૦૧૯માં સૌથી વિક્રમી ઘટાડો નોંધાયો છે તેની સામે ટુ-વ્હિલરની માગમાં સતત પાંચમાં મહિને ઘટાડો જોવા મળ્યો છે. નબળા વોલ્યુમને કારણે ર૦૧૮-૧૯માં વૃદ્ધિ ઘટીને સાત ટકા થઈ છે જ્યારે નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮માં ૧પ ટકા વૃદ્ધિ નોંધાવી હતી.વિશ્લેષ્કોએ જણાવ્યુ કે, અત્યારે ડિલરો પાસે ઈન્વેન્ટરી ખુબજ વધારે તેની સામે માગ નબળી જોવા મળી રહી છે. હોન્ડા મોટરસાઈકલ અને સ્કુટર ઈન્ડિયાના સિનિયર વાઈસ પ્રેસિડન્ટે જણાવ્યુ કે, ર૦૧૮-૧૯નો બીજો છ હાફ ખુબજ પડકાર જનક રહ્યો છે જ્યારે પ્રથમ હાફમાં વૃદ્ધિ થઈ હતી. મોટાભાગના ડિલોએ ફેસ્ટિવલ સેન્ટિમેન્ટ અને પ્રી ફેસ્ટિવલને કારણે સ્ટોકમાં વધારો કર્યો હતો જેના કારણે અત્યારે ટુ-વ્હિલર ઈન્ડસ્ટ્રીમાં ઈન્વેન્ટરી વધારે જોવા મળી રહી છે. માર્ચના અંત સુધીમાં વાર્ષિક ધોરણે હોન્ડાના વેચાણમાં ૪૭ ટકાનો ઘટાડો નોંધાયો છે જ્યારે હીરો મોટોકોર્પના વેચાણમાં ર૦ ટકાનો ઘટાડો થયો છે.દેશના વિવિધ વિસ્તારોમાં ડિલરો અને કંપની બંને સાથે ઈન્વેન્ટરી ૮૦ દિવસ કરતા વધારે પડી છે. બીજી બાજુ ફેસ્ટિવલની માગ અપેક્ષા કરતા પણ નબળી રહી છે. હોન્ડા મોટરસાઈકલે વોલ્યુમમાં ૪.૪ ટકાનો ઘટાડો થયો છે જ્યારે હીરોના વોલ્યુમાં ત્રણ ટકાની વૃદ્ધિ થઈ છે. નાણાકીય વર્ષ ર૦૧૯માં રોયલ એનફિલ્ડના વોલ્યુમમાં ર૧ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

Related posts

Zebronics launches vintage design in modern outlook, portable wireless speaker ‘Buddy’ for Rs.1699/-

aapnugujarat

સેંસેક્સ ૬૪ પોઈન્ટ ઘટી ૩૫૫૯૩ની સપાટીએ પહોંચ્યો

aapnugujarat

જીએસટી મલ્ટીસ્ટેજ ટેક્સ વય્વસ્થા તરીકે પુરવાર થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1