Aapnu Gujarat
બિઝનેસ

જીએસટી મલ્ટીસ્ટેજ ટેક્સ વય્વસ્થા તરીકે પુરવાર થશે

ગુડ્‌ઝ એન્ડ સર્વિસ ટેક્સ અથવા તો જીએસટી આવતીકાલથી દેશભરમાં અમલી બનનાર છે. આને લઇને ઘણા વર્ષોથી દુવિધા રહી છે. જીએસટી મલ્ટીસ્ટેજ અને ડેસ્ટીનેશન આધારિત કરવેરા સુધારા વ્યવસ્થા છે. સ્વતંત્ર ભારતમાં પ્રથમ વખત મોટા ટેક્સ સુધારાને અમલી કરવાનો નિર્ણય કરાયો છે. આને અમલી કરીને ભારત કરવેરાના ક્ષેત્રમાં એક ક્રાંતિ કરવાની દિશામાં છે. જીએસટી વેલ્યુએડિશન ઉપર લાગૂ થશે. રો મટિરિયલ, પ્રોસેસિંગ, મેન્યુફેક્ચરિંગ, વેરહાઉસિંગ જેવી બાબતો આમા આવરી લેવામાં આવશે. કારોબાર સરળ થાય તેનો હેતુ આની પાછળ રહેલો છે. સેન્ટ્રલ જીએસટી કેન્દ્ર સરકાર દ્વારા રહેશે જ્યારે રાજ્ય જીએસટી રાજ્ય દ્વારા રહેશે. આવી જ રીતે ઇન્ટેગ્રેટેડ જીએસટીને મામલે પણ કેન્દ્ર સરકાર દ્વારા આંતરરાજ્ય ચીજવસ્તુઓ અને સર્વિસના પુરવઠા ઉપર રહેશે. રેવેન્યુ સેક્રેટરી હસમુખ અઢિયાનું કહેવું છે કે, સરકારને એકમાત્ર ઉદ્દેશ્ય સિંગલ અથવા તો ડ્યુઅલ રેટની ચીજવસ્તુઓ અને સર્વિસ ટેક્સ વ્યવસ્થા અમલી કરવાનો છે. ઘણા વિકસિત દેશોમાં આવી વ્યવસ્થા છે. કેટલાક લોકો એમ પણ માની રહ્યા છે કે, જીએસટી વ્યવસ્થા અમલી બની ગયા બાદ ભારત યુરોપિયન યુનિયન કરતા પણ મોટા ક્ષેત્ર તરીકે ઉભરી આવશે. જીએસટી તમામ ચીજવસ્તુઓ ઉપર લાગૂ થશે. જેમાં તમામ જરૂરિયાતવાળી ચીજવસ્તુઓનો પણ સમાવેશ થાય છે. સરકારે ચીજવસ્તુઓ અને સર્વિસ માટે ચાર સ્લેબ નક્કી કર્યા છે જેમાં ૫, ૧૨, ૧૮ અને ૨૮નો સમાવેશ થાય છે. ડ્યુઅલ જીએસટીને લઇને ચર્ચા વધારે દેખાઈ રહી છે. સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી, એડિશનલ એક્સાઇઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ, એડિશન કસ્ટમ ડ્યુટી, સ્પેશિયલ એડિશનલ ડ્યુટી ઓફ કસ્ટમ આ વ્યવસ્થા બાદ કેન્દ્ર સ્તરે એક થઇ જશે. જ્યારે રાજ્ય સ્તરે જે ટેક્સ એકમા આવી જશે તેમાં વેલ્યુએડેડ ટેક્સ, સેલ ટેક્સ, એન્ટરટેઇનમેન્ટ ટેક્સ, ઓક્ટ્રોય એન્ટ્રી ટેક્સ, પરચેસ ટેક્સ, લકઝરી ટેક્‌સ, લોટરી અને ગેમલિંગ અંગે ટેક્સ એક થઇ જશે. દેશભરમાં એક નવી વ્યવસ્થા લાગૂ થશે અને દેશ સિંગલ માર્કેટમાં ફેરવાશે. જુદા જુદા લોકો દ્વારા અને નિષ્ણાતો દ્વારા આને લઇને ગણતરી કરવામાં આવી રહી છે. જીએસટીથી ભારત કોમન માર્કેટમાં ફેરવાઈ જશે. યુરોપિયન યુનિયન કરતા પણ મોટા માર્કેટમાં ફેરવાશે. આનાથી રાજ્યોની સરહદ દૂર થશે. આર્થિક વિકાસની ગતિ ઝડપી બનશે. સરકાર દ્વારા જોરદાર તૈયારીઓ આને લઇને કરાઈ છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

જિપ, મહિન્દ્રા, ફોક્સવાગન પણ જાન્યુઆરીથી કારના ભાવ વધારશે

aapnugujarat

सैमसंग, सोनी जैसी कंपनियों ने टीवी के दामों में 30 फीसदी की कटौती

aapnugujarat

भारत का अमेरिका के साथ व्यापार विवाद नहीं : गोयल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1