Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભારતની પાસે લઘુત્તમ આવક યોજના લાગુ કરવાની ક્ષમતા છે : ચિદંબરમ

કોંગ્રેસની લઘુત્તમ આવક ગેરન્ટી યોજના અંગે ભૂતપૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમે જણાવ્યું હતું કે અમે દેશના ૨૦ ટકા સૌથી ગરીબ પરિવારોની ઓળખ કરીશું. સાથે જ ઘોષણા પત્રમાં પણ આ યોજનાને સામેલ કરાશે. આ યોજના લાગુ કરવાની ભારત પાસે ક્ષમતા છે.
નિષ્ણાતોની એક પેનલ આ યોજનાને ડિઝાઇન કરશે.તેમણે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે યોજનાને તબક્કાવાર લાગું કરવામાં આવશે અને તેના માટે અર્થશાસ્ત્રીઓની સલાહ પણ લેવાઈ છે.
બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એમ જાહેરાત કરી હતી કે કોંગ્રેસે પાર્ટીએ આ યોજના મુદ્દે રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન સહિત વિશ્વના મોખરાના અર્થશાસ્ત્રીઓથી ચર્ચા કરી હતી.
તેમણે જયપુરમાં એક રેલીને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ છ માસથી આ યોજના પર કામ કરી રહી હતી કેમકે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૧૫ લાખ રૂપિયા બેંક ખાતામાં જમા કરાવવાની બાબતને હકીકતમાં ફેરવી નાખવા માગે છે.

Related posts

જેટ કટોકટી : પ્રવાસીઓને રિફંડ લેવામાં સમય લાગશે

aapnugujarat

કાશ્મીરનાં શોપિયન જિલ્લામાં ઓપરેશન ઓલઆઉટ : બે ત્રાસવાદીઓને ઠાર કરાયા

aapnugujarat

Akhilesh Yadav’s visit postponed, Section 144 imposed over Muharram in Rampur

aapnugujarat

Leave a Comment

UA-96247877-1