Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ જિલ્લામાં રોકાણકર્તા ઉદ્યોગકારો સાથે કલેકટરની બેઠક

વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત અમદાવાદ જિલ્લામાં રોકાણકર્તા ઉદ્યોગકારો સાથે જિલ્લા કલેક્ટર અવંતિકાસિંઘે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં સંયુક્ત ઉદ્યોગ કમિશનર આરએન રાવલ પણ ઉપસ્થિત રહ્યા હતા. વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત અમદાવાદ જિલ્લામાં ૧૦૦ કરોડથી વધુ મુડીરોકાણ માટે એમઓયુ કરનાર ૩૬ જેટલા ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉદ્યોગકારોની રોકાણ સંબંધી સમસ્યાઓને કલેક્ટરએ શાંતિપૂર્ણ રીતે સાંભળી હતી અને સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. આ ઉદ્યોગકારોને વહીવટી તંત્રનો પૂર્ણ સહયોગ મળી રહે તેમજ તેમના પ્રશ્નોનો નિયત સમયમર્યાદામાં નિકાલ થાય તે માટે ઉપસ્થિત સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી અને સંબંધિત ઉદ્યોગકારો સાથે રોજબરોજ સંકલનમાં રહી ઝડપથી કાર્યવાહી પૂર્ણ કરવા સુચના આપી હતી. આ બેઠકમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, જીઆઈડીસી જેટકો તથા ઉદ્યોગકારો સાથેના અમદાવાદ મહાનગરપાલિકાના સંકલન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

વિરમગામ તાલુકાની આશા બહેનોએ ફટાકડા ફોડીને વેતન વધારાને વધાવ્યો

aapnugujarat

નંદાસણના યુવાનને અમેરિકા જવાનું કહી અપહરણ કરી પણજી ના જંગલ માં ગોંધી રાખ્યો

aapnugujarat

વિનોબાભાવે નગરમાં ૧૪ વર્ષની પુત્રી ઉપર સાવકા પિતાનું દુષ્કર્મ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1