Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાકિસ્તાનની પડખે આવ્યું ચીન, ૨.૧ અબજ ડોલરની આપી લોન

રોકડની તંગી સામે ઝઝુમી રહેલા ભિખારી પાકિસ્તાનને બચાવવ માટે તેનું ચાલાક મિત્ર ચીન આગળ આવ્યું છે. ચીન દ્વારા પાકિસ્તાનનને વધુ ૨.૧ અબજ ડોલરની લોનની મદદ કરવામાં આવી છે.
પાકિસ્તાનના નાણા મંત્રાલયે આ વાતનું એલાન કર્યુ. આગામી સોમવાર સુધીમાં ચીન તરફથી પાકિસ્તાનની સ્ટેટ બેંકને આ રકમ મળી જશે.
પાકિસ્તાન માટે આ સારા સમાચાર છે પરંતુ હકીકત એ છે કે કંગાળ બની ચુકેલુ પાકિસ્તાન હવે ચીનની લોનની જાળમાં વધુને વધુ ફસાઇ રહ્યું છે. પાકિસ્તાની અખબર ડોનના અહેવાલ મુજબ ચીન તરફથી મળનારી ૨.૧ અબજ ડોલરની લોન માટે તમામ ઔપચારિકતા પૂર્ણ કરી લેવાઇ છે અને આ રકમ ૨૫ માર્ચ સુધીમાં સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના ખાતામાં જમા થઇ જશે.પાકિસ્તાનના નાણા મંત્રાલયનું માનવું છે કે તેનાથી તેમનું વિદેશી મુદ્રા ભંડોળ મજબૂત બનશે. આ પહેલા પાકિસ્તાનને સાઉદી અરબ અને સંયુક્ત આરબ અમીરાત પણ એક-એક અબજ ડોલરની મદદ કરી ચુક્યા છે.

Related posts

Prez Donald Trump announced that suspended plans to impose tariffs on Mexico

aapnugujarat

3rd 2+2 ministerial meeting between India-US next week

editor

સ્વિઝરલેન્ડમાં જાહેર સ્થળોએ બુરખા અથવા માસ્ક પહેરવા પર પ્રતિબંધ..!

editor

Leave a Comment

UA-96247877-1