Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

સ્વિઝરલેન્ડમાં જાહેર સ્થળોએ બુરખા અથવા માસ્ક પહેરવા પર પ્રતિબંધ..!

ફ્રાન્સ બાદ હવે બીજા એક યુરોપિયન દેશ સ્વિટઝરલેન્ડમાં પણ મુસ્લિમ મહિલાઓના બુરખા પહેરવા પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યું છે. સ્વિટ્‌ઝરલેન્ડના ૫૧ ટકા લોકોએ બુરખા પર પ્રતિબંધ મૂકવાની તરફેણમાં મત આપ્યા છે. બુરખા પર પ્રતિબંધને લઇ મતદાન દરમિયાન જોરદાર ટક્કર જોવા મળી હતી. આ નિર્ણયનો સમર્થકો પ્રશંસા કરી રહ્યા છે અને તેને કટ્ટરવાદી ઇસ્લામની વિરુદ્ધ પગલું ગણાવી રહ્યા છે, તો તેના વિરોધીઓ તેને વંશીય ગણાવી રહ્યા છે.
સત્તાવાર આંકડા દર્શાવે છે કે ૫૧.૨૧ ટકા મતદારોએ બુરખા પર પ્રતિબંધ મૂકવાનું સમર્થન આપ્યું હતું અને મોટાભાગના સંઘીય પ્રાંતોએ પ્રતિબંધને ટેકો આપ્યો હતો. કુલ ૧,૪૨૬,૯૯૨ મતદારોએ આ પ્રતિબંધને ટેકો આપ્યો હતો અને ૧,૩૫૯,૬૨૧ લોકો પ્રતિબંધની વિરુદ્ધ હતા. આ લોકમતમાં કુલ ૫૦.૮ ટકા લોકોએ મતદાન કર્યું હતું. આ જનમત સંગ્રહમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે શું જાહેર સ્થળો પર નકાબને પ્રતિબંધિત કરવો જોઇએ કે નહીં? હવે ૫૧.૨૧ ટકા લોકોએ બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકવાની તરફેણમાં મતદાન કર્યું છે.
આ વર્ષની શરૂઆતમાં લ્યુસર્ન યુનિવર્સિટીએ એક સર્વેમાં દાવો કર્યો હતો કે સ્વિટઝરલેન્ડમાં કોઈ પણ મહિલા બુરખો પહેરતું નથી. જ્યારે ૩૦ ટકા એવી મહિલાઓ છે કે જે જાહેર સ્થળોએ જતા સમયે નકાબથી ચહેરો ઢાંકી દે છે. આ રેફરેન્ડમને સ્વિટઝરલેન્ડમાં રહેતા મુસ્લિમ સમુદાયની વિરુદ્ધ જોવા મળી રહ્યો છે.
મહિનાઓ પહેલા સ્વિટઝરલેન્ડની સરકાર એક પ્રસ્તાવ લાવી હતી કે કોઈ પણ જાહેરમાં પોતાના ચહેરાને કવર કરશે નહીં, નહીં કે એવા ક્ષેત્રમાં કે જ્યાં સેવાઓ બધાને સમાન રીતે ઉપલબ્ધ હોય. ત્યારથી આ પ્રસ્તાવનો અનેક સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. સરકારને કોઇ રસ્તો ના દેખાતા લોકો પાસે જ આ અંગે રેફરન્ડમ દ્વારા અભિપ્રાય માંગ્યો હતો. તેને લઇ રવિવારે મતદાન થયું.

Related posts

પાકિસ્તાનમાં હાફિજ સઇદને ૧૫ વર્ષની સજા

editor

हैरिस का चुनाव करना बेहद असामान्य और जोखिम भरा : ट्रंप

editor

ઇઝરાઇલમાં નેતન્યાહૂનું શાસન ખત્મ

editor

Leave a Comment

UA-96247877-1