Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જમ્મુ કાશ્મીર : સાત કુખ્યાત ત્રાસવાદી ઠાર

જમ્મુ કાશ્મીરના સોપિયન અને બાંદીપોરા જિલ્લામાં સુરક્ષા દળોની સાથે જુદી જુદી અથડામણોમાં ત્રણ ત્રાસવાદીઓ માર્યા ગયા છે. આની સાથે જ છેલ્લા ૨૪ કલાકમાં સાત ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે.
બીજી બાજુ કેટલાક વિસ્તારમાં આતંકવાદીઓ હજુ પણ છુપાયેલા હોવાના અહેવાલ મળ્યા છે. પોલીસે કહ્યું છે કે, શોપિયનમાં માર્યા ગયેલા બે આતંકવાદીઓ પૈકી એક લશ્કરે તોઇબાનો કમાન્ડર હતો. શોપિયન જિલ્લાના ઇમામ સાહિબ વિસ્તારમાં આ અથડામણ થઇ હતી જેમાં બે ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. આ ઉપરાંત સોપોરેના વારપુરા વિસ્તારમાં બે ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. ગુરુવારના દિવસે અથડામણન શરૂઆત થઇ હતી. પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે, આતંકવાદીઓ હજુ પણ જમ્મુ કાશ્મીરમાં જુદા જુદા વિસ્તારમાં સક્રિય થયેલા છે. બીજી બાજુ ઉત્તર કાશ્મીરમાં બારામુલ્લા જિલ્લામાં પણ અથડામમ થઇ હતી. બારામુલ્લા જિલ્લાના કલંતરા વિસ્તારમાં ગુરુવારના દિવસે અથડામણમાં જૈશના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ ગાળા દરમિયાન એક અધિકારી સહિત ત્રણ સુરક્ષા જવાનો ઘાયલ થયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓમાં સામેલ આમીર રસુલ સોપોરે નિવાસી હતો. અન્ય એક પાકિસ્તાની નાગરિક પણ ઠાર થયો હતો.
સોપોરેમાં અથડામણ દરમિયાન મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા બંધ રાખવામાં આવ્યા બાદ હજુ પણ અથડામણ જારી રહી છે. સાવચેતીના પગલારુપે સોપોરેમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. મોબાઇલ ઇન્ટરનેટ સેવા ઉપર પણ પ્રતિબંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ટુંકાગાળાની અંદર જમ્મુ કાશ્મીરમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં વિવિધ વિસ્તારોમાં અથડામણ થઇ છે. જમ્મુ કાશ્મીરમાં સ્થિતિને સુધારવાના તમામ પ્રયાસો રકવામાં આવી રહ્યા હવા છતાં અથડામણ જારી રહી છે. બાંદીપોરા, સોપોરે અને બારામુલ્લા જિલ્લામાં સુરક્ષા દળોની સાથે જોરદાર અથડામણ થઇ હતી. પુલવામા ખાતે સીઆરપીફ કાફલા પર ૧૪મી ફેબ્રુઆરીના દિવસે આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ૪૦ જવાન શહીદ થયા હતા. ત્યારબાદથી ભારતે આક્રમક કાર્યવાહી જારી રાખી છે. ભારતે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ઘુસીને ત્રાસવાદી અડ્ડા પર હવાઇ હુમલા કર્યા હતા. જેમાં તમામ ત્રાસવાદી અડ્ડાઓને ફુંકી મારવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. ત્યારબાદથી પાકિસ્તાને સ્થિતી તંગ વચ્ચ અંકુશ રેખા પર સતત ગોળીબાર જારી રાખ્યો છે. પાકિસ્તાન ત્રાસવાદીઓને ભારતમાં ઘુસાડી દેવાના સતત પ્રયાસ કરી રહ્યુ છ. પાકિસ્તાનના નાપાક ઇરાદા વારંવાર ખુલ્લા પડી રહ્યા છે. કારણ કે ત્રાસવાદી અડ્ડાને ફુંકી મારવામાં આવ્યા બાદ લશ્કરી સ્થળો પર હુમલા કરવાના પ્રયાસ પાકિસ્તાને કર્યા હતા.

Related posts

Heavy snowfall in Himachal Pradesh

aapnugujarat

तमिलनाडु के १८ विधायकों को अयोग्य ठहराने का फैसला पक्षपातपूर्ण : चिदंबरम

aapnugujarat

પ.બંગાળ – આસામ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી

editor

Leave a Comment

UA-96247877-1