Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

માર્ચના અંતમાં બંધ થઇ શકે છે ૧.૧૩ લાખ એટીએમ

આ મહિનાના અંતમાં દેશના અડધા ભાગના એટીએમ બંધ થઇ શકે છે. કન્ફેડરેશન ઓફ એટીએમ ઇન્ડસ્ટ્રી તરફથી આ સૂચના આવી છે. ઇન્ડસ્ટ્રીએ એટીએમ બંધ થવા પાછળનું કારણ ટેક્નિકલ અપગ્રેડ હોવાનું જણાવ્યું છે. તમને જણાવી દઇએ કે, દેશમાં લગભગ ૨.૩૮ લાખ એટીએમ છે. જેમાંથી લગભગ ૧.૧૩ લાખ એટીએમ બંધ થઇ શકે છે. એટીએમ બંધ થવાને લીધે હજારો નોકરીઓ પર અસર પડશે.
આ અંગે ઇન્ડસ્ટ્રીગયા વર્ષે પણ આશંકા વ્યક્ત કરી હતી.ઇન્ડસ્ટ્રીએ કહ્યું કે, જે એટીએમ બંધ થઇ શકે છે તેમાંથી મોટાભાગના શહેરી વિસ્તારના નહીં હોય. આનાથી નાણાંકીય સમાવિષ્ટના પ્રયાસો પ્રભાવિત થઇ શકે છે. કેમ કે, લાભાર્થી એટીએમનો ઉપયોગ સરકારી સબસિડી નીકાળવા માટે પણ કરે છે.એટીએમ બંધ થવાનું કારણ- ઇન્ડસ્ટ્રીએ કહ્યું કે, એટીએમ હાર્ડવેર અને સોફ્ટવેર અપગ્રેડ સહિત હાલમાં જ થયેલા રેગ્યુલેરી ફેરફાર, કેશ મેનેજમેન્ટ સ્ટાન્ડર્ડને લઇને અધિનિયમ અને કેશ લોડિંગની કેસેટ સ્વેપ મેથડથી એટીએમ ઓપરેટ કરવું હાનિકારક થઇ જશે. જેના કારણે તેને બંધ કરવું પડશે.
ઇન્ડસ્ટ્રીના અનુમાન પ્રમાણે, માત્ર નવા કેશ લોજિસ્ટિક્સ અને કેસેટ સ્વેપ મેથડથી એટીએમ ઇન્ડસ્ટ્રી પર ૩૦૦૦ કરોડ રૂપિયા ખર્ચનો બોજો પડશે.
ઇન્ડસ્ટ્રીની સ્થિતિમાં સુધારો લાવવાનો એક જ માર્ગ છે. તેના માટે ખર્ચનો બોજો ઉપાડવા માટે બેંકો આગળ આવે. જો એટીએમ ડિપ્લોયર્સને બેંકો દ્વારા આ ઇન્વેસ્ટમેન્ટ્‌સનું વળતર નહીં મળે તો સંભવ છે કે કોન્ટ્રાક્ટ સરેન્ડર કરવાની સ્થિતિનું નિર્માણ થાય અને મોટાપાયે એટીએમ બંધ કરવા પડે. દેશમાં એટીએમ સર્વિસથી થનારી આવકમાં વધારો નથી થઇ રહ્યો. આનું કારણ ઓછા એટીએમ ઇન્ટરચેન્જ ચાર્જ અને સતત વધતું ખર્ચ છે.

Related posts

કન્નોજ : ડિમ્પલ જાદુ જગાવી શકશે કે કેમ તેની ચર્ચા છેડાઇ

aapnugujarat

શરદ પવાર હવે ચૂંટણી લડવા નથી માંગતા….!!

aapnugujarat

फिक्की प्लास्टिक उत्पादकों सें प्लास्टिक पर प्रतिबंध लगाने को कहे : कैट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1