Aapnu Gujarat
રમતગમત

હવે ટેસ્ટ ક્રિકેટમાં પણ નો બોલ પર મળશે ફ્રી હિટ!

ક્રિકેટનો મિજાજ દુનિયાભરમાં ઝડપથી બદલાઈ રહ્યો છે. મેચને રસપ્રદ બનાવવા માટે લગભગ દર વર્ષે ક્રિકેટના નિયમમાં કોઈને કોઈ ફેરફાર કરવામાં આવે છે. હવે ટેસ્ટ ક્રિકેટને રોમાંચક બનાવવાની તૈયારી ચાલી રહી છે. તે હેઠળ જ મેલબોર્ન ક્રિકેટ ક્લબ વર્લ્ડ કમિટીએ ટેસ્ટ ક્રિકેટમાં નો બોલ પર ફ્રી હિટ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
નો બોલ પર ફ્રી હિટનો ઉપયોગ પહેલા જ વનડે અને ટી-૨૦માં થઈ રહ્યો છે. તે મુજબ નો બોલ બાદ બીજા બોલ પર બેટ્‌સમેનને ફ્રી હિટ મળે છે, એટલે જો ચે આઉટ થઈ જાય તોદ તે માન્ય નથી હોતું. જેથી ફ્રી હિટ પર બેટ્‌સમેન મોટો શોટ રમવાનો પ્રયાસ કરે છે જે હંમેશા મેચમાં રોમાંચ લાવે છે. એટલે કે નો બોલ પર કોઈ પણ ટીમને એક વારમાં બે ફાયદા મળે છે. પહેલું પેનલ્ટી તરીકે એક રન અને પછી બેટ્‌સમેનને ફ્રી હિટ.
ટેસ્ટ ક્રિકેટમાં હાલ ફ્રી હિટનો કોઈ કોન્સેપ્ટ નથી. કેટલાક દેશોમાં ટેસ્ટ ક્રિકેટની ઘટતી લોકપ્રિયતાને કારણે લાંબા સમયથી ફેરફારની માંગ ચાલી રહી હતી. એવામાં નો બોલ પર ફ્રી હિટ આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. થોડા દિવસો અગાઉ બેંગલુરુમાં એમસીસીની બેઠકમાં તેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.એમસીસીનું કા છે ક્રિકેટન માટે નવા નિયમ બનાવવા અને તેનું નિયંત્રણ કરવું. પરંતુ નવા નિયમો લાગુ કરતાં પહેલા આ પ્રસ્તાવોને આઈસીસીની પાસે મોકલવામાં આવે છે. આઈસીસી ક્રિકેટ રમનારા દેશોથી સહમતિ લે છે.ટેસ્ટ ક્રિકેટમાં સ્લો ઓવર રેટ પર લગામ લગાવવા માટે પણ એમએસસીની બેઠકમાં વાથ થઈ. તે મુજબ ઓવરની વચ્ચે એક કાઉન્ટડાઉન ક્લોક લગાવવાનો પણ પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. ફીલ્ડિંગ કરી રહેલી ટીમને બીજી ઓવર શરૂ કરવા માટે ૪૫ સેકન્ડનો ટાઇમ આપવામાં આવશે. તેને ફોલો ન કરવા પર ટીમને ચેતવણી આપવામાં આવશે. હાલમાં ટેસ્ટ ક્રિકેટમાં એક દિવસમાં ૯૦ ઓવર નંખાય છે. એમસીસી કમિટીના સભ્ય ઓસ્ટ્રેલિયાના પૂર્વ લેગ સ્પીનર શેન વોર્ન, ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇક ગેટિંગનું કહેવું છે કે બોલ અને બેટની વચ્ચે સંતુલન રચવું ખૂબ જ જરૂરી છે.

Related posts

ટીમ ઇન્ડિયાના નવા કોચ નિયુક્ત કરવા સચિન તેંડુલકરે ઝુકાવ્યું

aapnugujarat

तीरंदाज कोमालिका बारी ने भी गोल्ड मेडल पर निशाना साधा

aapnugujarat

વિન્ડિઝ પર પ્રથમ વનડેમાં ન્યુઝીલેન્ડની ૫ વિકેટે જીત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1