Aapnu Gujarat
રમતગમત

ભારતીય ટીમને શહીદ સૈનિકોની યાદમાં સૈન્ય કેપ પહેરવાની પરવાનગી આપવામાં આવીઃ આઈસીસી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે સોમવારે કહ્યું કે, ભારતને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી વનડે મેચમાં દેશના સૈન્ય દળો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે સૈનિકો જેવી ટોપી (મિલિટ્રી કેપ) પહેરવાની મંજુરી આપવામાં આવી હતી. પાકિસ્તાને આ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો.
રાંચીમાં ૮ માર્ચે રમાયેલા સિરીઝના ત્રીજા વનડેમાં ભારતીય ટીમે પુલવામા આતંકી હુમલામાં શહીદ સીઆરપીએફના જવાનોના સન્માનમાં મિલિટ્રી કેપ પહેરી હતી તથા પોતાની મેચ ફી રાષ્ટ્રીય રક્ષા કોષમાં દાનમાં આપી હતી.
આઇસીસી જનરલ મેનેજર (સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન)ક્લેરી ફુર્લોગે એક નિવેદનમાં કહ્યું, બીસીસીઆઈએ નાણા ભેગા કરવા અને શહીદ સૈનિકોની યાદમાં કેપ પહેરવાની મંજુરી માંગી હતી અને ટીમ ઈન્ડિયાને તેની મંજુરી આપવામાં આવી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ આઈસીસીને આ સંબંધમાં એક પત્ર લખ્યો હતો અને આ પ્રકારની કેપ પહેરવા માટે ભારત વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી હતી.
પીસીબી પ્રમુખ અહેસાન મનિએ રવિવારે કરાચીમાં કહ્યું, તેણે કોઈ અન્ય ઉદ્દેશ્ય માટે આઈસીસીની મંજુરી લીધી હતી અને તેનો ઉપયોગ બીજા ઉદ્દેશ્ય માટે કર્યો જે સ્વીકાર્ય નથી. બીસીસીઆઈએ પુલવામા હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા બાદ આઈસીસીને તે દેશો સાથે સંબંધ તોડવા માટે કહ્યું હતું, જે આતંકવાદને આશ્રય આપે છે. પુલવામા હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી.

Related posts

શાકિબ બાંગ્લાદેશની ટીમ સાથે ટ્રેનિંગ કેમ્પમાં ભાગ નહીં લે

aapnugujarat

હનુમા વિહારીએ ફટકારી તોફાની સદી

aapnugujarat

અશ્વિન જેવા ખેલાડીને તો હું મારી ટીમમાં પણ ન રાખું : સંજય માંજરેકર

editor

Leave a Comment

UA-96247877-1