Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પાકિસ્તાન જતી ત્રણ નદીનું પાણી ભારતે રોકી લીધાનો દાવો

પાકિસ્તાન તરફ જતી ત્રણ નદીઓનું પાણી ભારતે રોકી દીધું છે હોવાનો કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલે દાવો કર્યો હતો. તેમણે રવિવારે બિકાનેરમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે પાકિસ્તાનમાં વહેતી પૂર્વીય નદીઓના ૦.૫૩ મિલિયન એકર ફીટ પાણીને અટકાવી તેને સંગ્રહિત કરવામાં આવ્યું છે. જ્યારે પણ રાજસ્થાન અથવા પંજાબને તેની જરૂર પડશે, તે પાણીનો ઉપયોગ પીવાના અને સિંચાઇના હેતુ માટે કરી શકાશે. નોંધનીય છે કે ૧૪ ફેબ્રુઆરીના રોજ પુલવામા હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ વધ્યો છે. આ હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા હતા. હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. ત્યાર પછી ભારતે પાકિસ્તાન તરફ જતી ત્રણ નદીઓ બ્યાસ, રાવી અને સતલજના પોતાના ભાગના પાણીને અટકાવવાની વાત કરી હતી.
પુલવામા હુમલા પછી કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ ઘોષણા કરી હતી કે, સિંધુ સોદા હેઠળ ભારત પોતાના ભાગનું પાણી પાકિસ્તાન જતા રોકશે. કેન્દ્ર સરકારનું આ પગલું ૧૯૬૦ની સિંધુ જળ સંધિનું ઉલ્લંઘન નથી કરતું, કારણ કે ભારતે માત્ર પોતાના ભાગનું પાણી રોક્યું છે. ભારત પોતાના ભાગના પાણીનું ઉપયોગ કરવા હકદાર છે.

Related posts

हमले का आरोप लगाना बंद करे अफगानिस्तानःमलीहा लोधी

aapnugujarat

ईवीएम पर ठीकरा फोड़ने से बाज आये कांग्रेस : मोदी

aapnugujarat

દેશ અને ગરીબની સલામતી માટે ચોકીદાર એલર્ટ : મોદીની ખાતરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1