Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં ૫૧,૭૦૯ બુથ પર ૨૩ એપ્રિલે મતદાન

ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો માટે ૨૩મી એપ્રિલના દિવસે મતદાન થનાર છે ત્યારે ગુજરાતમાં પણ આને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન ગુજરાતમાં મતદાન થશે. ચૂંટણી પંચ દ્વારા કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યા બાદ ગુજરાતમાં મુખ્ય ચૂંટણી અધિકારી એસ મુરલીકૃષ્ણએ કહ્યું છે કે, આચારસંહિતા તાત્કાલિક ધોરણે અમલી બની ગઈ છે. ઉમેદવારો ૨૮મી માર્ચથી લઇને ચોથી એપ્રિલ દરમિયાન સવારે ૧૧ વાગ્યાથી લઇને ત્રણ વાગ્યા સુધી ઉમેદવારીપત્રો ભરી શકશે. અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે બે સીટ અનામત રાખવામાં આવી છે તેમાં કચ્છ અને અમદાવાદ પશ્ચિમનો સમાવેશ થાય છે જ્યારે અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવેલી સીટમાં દાહોદ, છોટાઉદેપુર, બારડોલી તેમજ વલસાડનો સમાવેશ થાય છે. ગુજરાતમાં બાકીની ૨૦ સીટો જનરલ કેટેગરીમાંથી ઉમેદવારો માટે છે. ગુજરાતમાં ૫૧૭૦૯ મતદાન મથકો પર મતદાન થશે જે પૈકી એક તૃતિયાંશ શહેરી વિસ્તારોમાં અને બે તૃતિયાંશ ગ્રામિણ વિસ્તારોમાં છે. ૮ મતદાન મથકો ઉપર ૧૫૦૦થી વધારે રજિસ્ટ્રર્ડ મતદારો છે. ૩૮૯૫ મતદાન મથકો ઉપર ૫૦૦થી ઓછા રજિસ્ટ્રર્ડ વોટર છે. ૩૧૦૫૬ મતદાન મથકો ઉપર ૫૦૦થી ૧૦૦ વચ્ચે રજિસ્ટર્ડ મતદારો છે અને ૧૬૭૫૦ મતદાન મથકો ઉપર ૧૦૦૦ અને ૧૫૦૦ વચ્ચે રજિસ્ટર્ડ મતદારો છે. ગુજરાતમાં ૨૩મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે. ગુજરાતમાં ચૂંટણી માટે જાહેરનામુ ૨૮મી માર્ચના દિવસે જારી કરાશે. ઉમેદવારી પાછી ખેંચવાન છેલ્લ તારીખ ૪થી એપ્રિલ રહેશે. ચકાસણીની સાથે પાંચમી એપ્રિલના દિવસે રહેશે. ઉમેદવારી પરત ખેંચવા માટેની છેલ્લી તારીખ ૮મી એપ્રિલ રહેશે. તમામ ૨૬ સીટ ઉપર મતદાન યોજાશે. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાનાર છે ત્યારે ત્રીજા તબક્કામાં ગુજરાતમાં ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચને એવી દહેશત પણ સતાવી રહી છે કે, ગુજરાતમાં ચૂંટણી દરમિયાન મની પાવરનો ઉપયોગ થઇ શકે છે. આ શક્યતાને ડામવા માટે ચૂંટણી પંચે કેટલાક બગલા લીધા છે. ફ્લાઇંગ ટુકડીઓ પણ ગોઠવવામાં આવશે. ચેકપોસ્ટ ઉપર ચકાસણી પણ હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા થશે. ગુજરાતમાં ૨૬ બેઠકો ઉપર મતગણતરીને લઇને તમામ પગલા લેવાયા છે.

Related posts

કોર્પોરેશન સ્વચ્છ સાબરમતી અભિયાન શરૂ કરવા ઇચ્છુક

aapnugujarat

गुजरात विधानसभा चुनाव -२०१७ के लिए आम आदमी पार्टी द्वारा उम्मीदवार पसंदगी प्रक्रिया शुरु

aapnugujarat

भगवान जगन्‍नाथ की 142वीं रथयात्रा: सुरक्षा में होगी एनएसजी कमांडो की तैनाती

aapnugujarat

Leave a Comment

UA-96247877-1