Aapnu Gujarat
ગુજરાત

આતંકીઓની આશંકાને પગલે રાજ્યની તમામ સરહદોએ હાઈ એલર્ટ

ભારતમાં છેલ્લા કેટલાય સમયથી જમ્મુ કાશ્મીર માં આતંકી હુમલાઓ થાય છે ત્યારે તાજેતર માં ભારત દેશની ગુપ્તચર શાખાએ ભારત માં ૨૫ થી વધુ આતંકવાદીઓ ઘુસ્યા હોવાનું એલર્ટ આપ્યું છે. ત્યારે રાજ્યના ગૃહ વિભાગે રાજ્યની તમામ સરહદો પર હાઈ એલર્ટ આપ્યું છે.
અરવલ્લી જિલ્લાના ગુજરાત અને રાજસ્થાનને જોડતી રતનપુર બોર્ડર પર પણ આતંકવાદી ઓની દહેશતને લઇ પોલીસતંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી વાહનો નું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સાથે સાથે રાતનપુર બોર્ડરથી નજીક આવેલા યાત્રાધામ શામળાજી મંદિરે તેમજ અંબાજી મંદિરે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કોઈ પણ આતંકી પ્રવૃત્તિ કે બીજો કોઈ અનિચ્છનીય બનાવના બને તે માટે જિલ્લા પોલીસતંત્ર દ્વારા સતર્કતા દાખવી ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે

Related posts

ખેડૂતોની સમસ્યાઓના નિરાકરણ માટે સરકાર સંવેદનશીલ અને સકારાત્મક અભિગમ ધરાવે છે : કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી  

aapnugujarat

સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાના હસ્તે ખેડબ્રહ્મા અંબાજી મંદિર ખાતે ૫૨ ગજની ધજા રોહણ કરાઈ

aapnugujarat

અમદાવાદ શહેરમાં તુટેલા રસ્તાઓ મામલે ૭ એડીશનલ ઈજનેર સહિત ૨૬ને શો કોઝ નોટિસો મળી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1